REUTERS/Hamad I Mohammed

ટોકિયો ઓલિમ્પિકમાં શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર દેખાવથી ભારતનુ જ નહીં પણ વિરોધી હોકી ટીમ બ્રિટનનુ પણ દિલ જીતી લીધું હતું.

બ્રોન્ઝ મેડલની મેચ 4-3 થી હારનાર ભારતીય મહિલા હોકી ટીમના ખુદ બ્રિટિશ હોકીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ વખાણ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ હોકીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યુ હતુ કે, વાહ શું મુકાબલો હતો અને શું શાનદાર વિરોધી ટીમ હતી, ભારતીય હોકી ટીમ, તમે ટોકિયો ઓલિમ્પિકમાં કમાલની રમત દર્શાવી છે, તમારો આવનારો સમય કમાલ હશે.

મેચ બાદ ભારતીય ટીમની ખેલાડીઓ મેદાન પર જ રડી પડી હતી અને તે વખતે બ્રિટનની ખેલાડીઓ તેમને આશ્વાસન આપતી પણ નજરે પડી હતી. કારણકે બ્રિટિશ ખેલાડીઓ પણ જાણતી હતી કે, આ મુકાબલો એક તરફી નહોતો અને કાંટાની ટ્કકર બાદ ભારતીય ટીમ સામે તેઓ જીતી હતી.