ન્યુ યોર્ક સિટીના બ્રુકલિનમાં સબવે સ્ટેશન ફાયરિંગની ઘટના બની બની હતી. આ ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. REUTERS/Brendan McDermid

ન્યુયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ગુરુવારે સવારે થયેલા હુમલામાં ઓછામાં 13 લોકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળેથી કેટલાંક વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. ફાયર ડિપાર્ટમેન્ટને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે અનેક લોકો પર ફાયરિંગ થયું હતું. જોકે આ હુમલો ત્રાસવાદી હતો કે નહીં તે જાણી શકાયું નથી.

સોશિયલ મીડિયામાં જારી થયેલા વીડિયોમાં દેખાય છે કે મુસાફરોના કપડા પર લોહી છે અને તેઓ એકબીજાને મદદ કરી રહ્યાં છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. ન્યુ યોર્ક પોલિસ વિભાગ (NYPD)એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તપાસને કારણે બ્રુકલિનની 36 સ્ટ્રીટ અને ફોર્થ એવન્યૂ એરિયામાં જવાનું ટાળું. આ વિસ્તારમાં ઇમર્જન્સી વ્હિકલ અને વિલંબની શક્યતા છે.

સબવેના ટ્વીટર પર વીડિયો જારી થયા હતા, જેમાં દેખાય છે કે લોકોને ગાળી મારવામાં આવેલી છે. ધુમાડાના ગોટા પર દેખાય છે, જે સૂચવે છે કે આગ લાગી છે.