(Photo byPUNIT PARANJPE/AFP via Getty Images)

અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના કારણે માત્ર તેમની ફિલ્મો જ નહીં પરંતુ તેમના શો ‘કોન બનેગા કરોડપતિ’ ને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. KBCની 14મી સીઝનને અંગે કેટલીક માહિતી બહાર આવી છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવી સીઝનનો પ્રથમ પ્રોમો રિલીઝ કરીને તેમના દર્શકો માટે આ સમાચાર પોસ્ટ કર્યા છે.

પ્રોમો અંગે વાત કરીએ તો એક યુવાન યુગલ ચાંદની રાતમાં તેમના ટેરેસ પર ખાટલા પર સૂતેલા જોવા મળે છે. પતિ પોતાની પત્નીને મોટું ઘર બનાવવાનું, બાળકોને સારું શિક્ષણ આપવાનું અને એક દિવસ સ્વિત્ઝરલેન્ડ લઈ જવાનું વચન આપે છે. પરિવાર માટે તેના સપના વિશે સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે. જોકે, ઘણા વર્ષો વીતી જાય છે અને પતિ હજુ પણ પોતાની પત્નીને ઘરની છત પર એ જ સપના વિશે વાત કરે છે. પતિની વાત સાંભળીને પત્ની ગુસ્સે થઈ જાય છે. અમિતાભ કહે છે કે, સપના જોઈને ખુશ ન થાઓ. તેમને પૂરા કરવા માટે ફોન ઉપાડો. 9 એપ્રિલના રોજ રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થઈ રહ્યાં મારા પ્રશ્નો અને KBCનું તમારું રજિસ્ટ્રેશન…માત્ર સોની પર.. જુઓ પ્રોમો