threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (JKSSB) દ્વારા આયોજિત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતીમાં કથિત કૌભાંડના કેસમાં બુધવાર, 19 ઓક્ટોબરે BSFના કમાન્ડન્ટ (મેડિકલ) કરનૈલ સિંહની ધરપકડ કરી હતી. બીએસએફના આ અધિકારીએ પરીક્ષાનું પ્રશ્નપત્ર તેમના પુત્રને અપાવવા માટે દલાલોનો ઉપયોગ કર્યો હોવાનો તેમના પર આરોપ છે, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીને મંગળવારે કસ્ટડીમાં લેવાયા હતા. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું હતું કે સિંહે કથિત રીતે દલાલો સાથે કાવતરું ઘડ્યું હતું અને એક દલાલ મારફત તેમના પુત્ર માટે લીક થયેલ પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા મેળવ્યું હતું. કેટલાક અન્ય ઉમેદવારોને પણ પરીક્ષાના થોડા કલાકો પહેલા કરનૈલ સિંહના ઘરેથી લીક થયેલું પ્રશ્નપત્ર મળ્યું હોવાનો આરોપ છે.

સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એવો પણ આરોપ છે કે આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસમાં સત્તાવાર વાહનની લોગ બુકમાં ચેડા કર્યા હતા અને સમગ્ર તપાસ દરમિયાન ઉડાઉ જવાબ આપ્યાં હતા. તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા શરૂ થતાં પહેલાં પ્રશ્નપત્ર મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારો અને તેમના પરિવારો દ્વારા આરોપીઓને રૂ.20-30 લાખની કથિત ચુકવણી કરવામાં આવી હતી. સીબીઆઈએ એફઆઈઆરમાં જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં કોચિંગ સેન્ટરના માલિક અવિનાશ ગુપ્તા અને બેંગલુરુ સ્થિત એક કંપનીનું નામ પણ આપ્યું છે.

LEAVE A REPLY

6 + 19 =