પોતાના આચરણની તપાસ બાબતે રાજીનામું આપનાર પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સનની સંસદીય બેઠક – વેસ્ટ લંડનના અક્સબ્રિજ અને સાઉથ રાઇસ્લિપની પેટાચૂંટણી આગામી તા. 20 જુલાઈના રોજ કરવાની હિલિંગ્ડન કાઉન્સિલે ગુરુવાર તા. 15ના રોજ જાહેરાત કરી હતી. કન્ઝર્વેટિવે આ બેઠક માટે સ્ટીવ ટકવેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

ગયા વર્ષે વડાપ્રધાન પદેથી હટી ગયેલા જૉન્સનના સાથીદાર નાઇજેલ એડમ્સે પણ તરફેણમાં રાજીનામુ આપતાં તેમની બેઠક પર પણ તા. 20 જુલાઇના રોજ પેટાચૂંટણી યોજાશે.

કન્ઝર્વેટિવ એમપી નાડીન ડોરીસે કહ્યું હતું કે તેઓ જૉન્સનના સમર્થનમાં રાજીનામુ આપશે પણ તેમણે ઔપચારિક રીતે આપ્યું ન હોવાથી તેમના મતવિસ્તારની પેટાચૂંટણી માટે હજુ સુધી કોઈ તારીખ અપાઇ નથી.

LEAVE A REPLY

10 − 6 =