ભારત સરકારે લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરતા દણાવ્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા ઇચ્છુ છું કે CAA કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેશે નહીં. તેનો હેતુ માત્ર ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા પાકિસ્તાની, અફઘાન અને બાંગ્લાદેશી લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે.”
અમિત શાહે વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિશે ગેરમાર્ગે દોરવામાં અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.”
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ CAAનો ઉદ્દેશ્ય 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિતના પીડિત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાનો છે.

LEAVE A REPLY

seventeen − 13 =