કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે, જો 20 સપ્ટેમ્બરની ચૂંટણીમાં લિબરલ અથવા કન્ઝર્વેટિવ્સમાંથી કોઈપક્ષ બહુમતી નહીં મેળવે તો દેશમાં ફરીથી દોઢ વર્ષના સમયગાળામાં ચૂંટણીમાં યોજાવાની સંભાવના છે.
લિબરલ પાર્ટીના નેતાએ આ નિવેદન ટીવીએ નેટવર્ક પર બિનસત્તાવાર ચર્ચા દરમિયાન કર્યું હતું. આ ચર્ચામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાનપદના દાવેદાર એરિન ઓ ટૂલ, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી) જગમીત સિંઘ અને બ્લોક ક્યુબીકોઇસના વેસ-ફ્રાન્કોઇસ બ્લેન્ચેટે ભાગ લીધો હતો.
ચૂંટણી પહેલાની ‘ફેસ-એ-ફેસ’ તરીકે ઓળખાતી આ ચર્ચામાં, અન્ય નેતાઓએ કોવિડ-19 મહામારી ચોથી લહેર દરમિયાન ચૂંટણી યોજવા બદલ ટ્રુડોની ટિકા કરી હતી.
બ્લેન્ચેટે વર્તમાન વડાપ્રધાન પર ચૂંટણી પૂર્વે પ્રચાર કાર્યક્રમો યોજવાનો અને સામાજિક અંતરના નિયમોનો પાલન કર્યા વગર સેલ્ફી લેવાનો આરોપ મુક્યો હતો.
જગમીત સિંઘે લઘુમતી સરકારની રચના કરી હોય અથવા તો ગઠબંધન સરકારમાં પણ કન્ઝર્વેટિવ સાથે કામ કરવાની ઇચ્છા અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. અગાઉની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં સિંઘે કન્ઝર્વેટિવને સમર્થન આપવાનો પ્રસ્તાવ સ્પષ્ટ રીતે ફગાવ્યો હતો.
લીડર્સ ડીબેટ કમિશન અંતર્ગત આવતા સપ્તાહે બે સત્તાવાર ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે.
ટ્રુડોએ તાજેતરમાં જ પોતાની લઘુમતી સરકારને બહુમતીવાળી સરકારમાં પરિવર્તિત કરવા માટે ગોઠવેલી ઝડપી ચૂંટણી માં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી હોવાથી, પીએમ હવે પોતાના માટે એક મજબૂત સ્થિતિ શોધી રહ્યા છે. મતદાન પૂર્વેના સર્વેક્ષણો અને અનુમાનોનો સંકેત છે કે ટ્રુડો બહુમતી તરફ આગળ વધી રહ્યા છે.
નવા આઉટલેટ્સ સીટીવી ન્યૂઝ અને ગ્લોબ એન્ડ મેઇલ માટે નેનોઝ ડેઇલી બેલેટ ટ્રેકિંગમાં જાણવા મળ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીએ 34.2 ટકા સમર્થન સાથે તેની રાષ્ટ્રીય સરસાઇને વધારી છે, જ્યારે શાસક લિબરલ પાર્ટીને 30.5 ટકા સમર્થન મળ્યું છે.
જ્યારે સીબીસી ન્યૂઝ આઉટલેટમાં દર્શાવવામાં આવ્યું છે કે, ટ્રુડો પાસે બહુમતીની સરકાર બનવાની તક માત્ર 8 ટકા છે. બીજી લઘુમતી સરકાર બનાવવાની તેમની શક્યતા 2019માં તેમણે જીતેલી 157 કરતા ઓછી બેઠકો સાથે – 45 ટકા છે. જે કન્ઝર્વેટિવ્ઝથી માત્ર ત્રણ ટકા જ આગળ છે, અને તેઓ લિબરલ્સની ખૂબ જ નજીક પહોંચી ગયા છે.
બિનસરકારી સંસ્થા-એન્ગસ રીડ ઇન્સ્ટિટ્યૂટ (ARI)ના જણાવ્યા અનુસાર મોટાભાગના કેનેડિયન્સ ફરીથી લિબરલ સરકાર બને તેવું જોવા ઇચ્છતા નથી. પછી તે ભલે બહુમતીમાં હોય કે લઘુમતીમાં
સર્વેમાં સમાવેશ કરાયેલા લોકોમાંથી 42 ટકા કંઝર્વેટિવ નેતા ઓ ટૂલના નેતૃત્વમાં સરકાર બને તેવું ઇચ્છે છે, જ્યારે માત્ર 31 ટકા લોકો ટુડ્રોને ફરીથી પસંદ કરી રહ્યા છે. જ્યારે બાકીના લોકો એનડીપી જેવા ત્રીજા વિકલ્પને પસંદ કરી રહ્યા છે.