વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં 55 મિલિયનથી વધુ લોકો ડિમેન્શિયાથી પીડિત છે, જે યાદશક્તિ ગુમાવવાની એક પ્રકારની મગજની બીમારી છે. વિશ્વભરમાં દર વર્ષે તેની સારવાર માટે 1.3 ટ્રિલિયન ડોલરનો ખર્ચ થાય છે.
સ્ટ્રોક, મગજમાં ઇજા અથવા અલ્ઝાઇમરના રોગના કારણે ડિમેન્શિયાની સ્થિતિ ઊભી થઇ શકે છે, અને ઓર્ગેનાઇઝેશનના રીપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધીમાં 78 મિલિયન લોકો અને 2050 સુધીમાં 139 મિલિયન લોકો તેનાથી પીડાતા હશે.
ડિમેન્શિયાના દર્દીઓ અને તેમના પરિવારોને મદદ કરવાની નીતિ દર ચારમાંથી ફક્ત એક જ દેશ પાસે છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જાહેર આરોગ્યના પડકારો માટે પગલા લેવા માટે સરકારોને વિનંતી કરવામાં આવી છે.
ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર-જનરલ ટેડરોસ એડહાનોમ ઘેબ્રીયસસે જણાવ્યું હતું કે, ‘ડિમેન્શિયાએ લાખો લોકોની પોતાની યાદો, સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા છીનવી લીધી છે, પરંતુ તે આપણા બાકીના લોકો જેને આપણે જાણીએ છીએ અને ચાહિએ છીએ તેને પણ આંચકી લે છે.’
વિશ્વ ડિમેન્શિયાના પીડિતો પ્રત્યે નિષ્ફળ નીવડ્યું છે અને તે આપણા સહુ માટે દુઃખદાયક છે.
રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્ય પ્રધાનો આ માટે એક વૈશ્વિક કાર્યનું આયોજન કરવા માટે સહમત થયા હતા, જેમાં વહેલા નિદાન અને સારસંભાળનો સમાવેશ થાય છે, પરંતુ 2025 સુધીમાં તે લક્ષ્યાંકો પૂર્ણ થઇ શકે તેમ નથી.
ઓર્ગેનાઇઝેશનના માનસિક આરોગ્ય વિભાગના એક્સપર્ટ કાર્ટિન સીહરે જણાવ્યું હતું કે,
ડિમેન્શિયાએ ખરેખર વૈશ્વિક જાહેર આરોગ્યની ચિંતાનો વિષય છે અને તે ફક્ત વધુ આવક ધરાવતા દેશોમાં જ નથી. પરંતુ 60 ટકાથી વધુ ડિમેન્શિયા પીડિતો ઓછી અથવા મધ્ય આવક ધરાવતા દેશોમાં વસે છે.