કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત કોઇપણ રીતે સામેલ ન હોવા પર ભાર મૂકીને કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશનર સંજય કુમાર શર્માએ જણાવ્યું હતું કે કેનેડાએ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નવી દિલ્હીને દોષિત ઠેરવ્યું છે. કેનેડાના સૌથી મોટા ખાનગી માલિકીના ટેલિવિઝન નેટવર્ક સીટીવી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાંમાં તેમણે આ ટીપ્પણી કરી હતી.

બ્રિટિશ કોલંબિયામાં 18 જૂનના રોજ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના સપ્ટેમ્બરમાં કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.

તપાસમાં ભારત કેનેડાને કેમ સહકાર આપતું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કર્યું હતું કે તપાસ પૂર્ણ થયા વિના  ભારતને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. શું તે કાયદાનું શાસન છે? કેનેડાએ ટિપિકલ ગુનાહિત પરિભાષાનો ઉપયોગ કરીને સહકાર માંગ્યો હતો. આનો અર્થ એવો છે કે તમે ગુનેગાર છે અને અમને સહકાર આપો. અમે હંમેશા કહ્યું છે કે જો કોઈ ચોક્કસ અને સંબંધિત પુરાવા હોય તો અમે આપો, અમે તેની તપાસ કરીશું. અમે ક્યારેય સહકાર શબ્દનો ઉપયોગ કર્યો નથી, કારણ કે અમને તે અપમાનજક લાગે છે.

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો સાફ ઇનકાર કરતાં તેમણે કેનેડાના આક્ષેપને પ્રેરિત અને વાહિયાત ગણાવ્યો હતો. વર્માએ કહ્યું કે કેનેડા સાથેના સંબંધોમાં ભારતની મુખ્ય ચિંતા એ છે કે કેટલાક કેનેડિયન નાગરિકો ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર હુમલા કરવા માટે કેનેડિયન જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. ખાલિસ્તાની માનસિકતા સાથેના મોટા ભાગના જાણીતા ગુનેગારો અને આતંકવાદીઓ કેનેડામાં છે. તેમાંથી ઘણા ભારતમાં પોતાની ગેંગ ચલાવી રહ્યા છે. તેઓ ડ્રગની હેરાફેરી કરી રહ્યા છે. તેઓ શસ્ત્રો ચલાવે છે. તેઓ બંદૂકો ચલાવે છે. તેઓ માનવ તસ્કરી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.

 

LEAVE A REPLY

six + sixteen =