(ANI Photo)

નરેન્દ્ર મોદી સરકારે જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ 83 LCA Mk 1A તેજસ વિમાનોની ડિલિવરી માટે રૂ.36,468 કરોડનો ઓર્ડર આપ્યો છે. વડાપ્રધાને બેંગલુરુમાં આ સંરક્ષણ PSUની મુલાકાત લીધી હતી અને તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. તેમણે કહ્યું હતું કે આ અનુભવથી દેશની સ્વદેશી ક્ષમતાઓમાં તેમનો વિશ્વાસ વધ્યો છે.

સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે આ તેજસ એરક્રાફ્ટની ડિલિવરી ફેબ્રુઆરી 2024 સુધીમાં શરૂ થવાની છે. સરકારે ભારતની સંરક્ષણ ક્ષેત્રમાં સજ્જતા અને સ્વદેશીકરણ વધારવા માટે મોટા  પગલાં લીધાં છે, જેમાં તેજસ ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ વિમાનનું પ્રથમ વર્ઝન  2016માં ભારતીય હવાઇદળમાં સામેલ કરાયું હતું. હાલમાં LCA તેજસ સાથે બે IAF સ્ક્વોડ્રન સંપૂર્ણ રીતે કાર્યરત છે.

તેમણે જણાવ્યું હતું કે LCA તેજસનું અપડેટેડ અને વધુ ઘાતક વર્ઝન LCA Mk 2 ના વિકાસ માટે રૂ. 9,000 કરોડથી વધુ મંજૂર કરાયા છે. વિમાનના એન્જિન સહિત સ્વદેશીકરણને વધુ પ્રોત્સાહન આપવા માટે ભારતમાં GE એન્જિનના ઉત્પાદન માટે ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે જૂન 2023માં મોદીની અમિરાકા મુલાકાત દરમિયાન જીઇ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી.

LEAVE A REPLY

nineteen + 15 =