પરમાર્થ નિકેતનના અધ્યક્ષ અને અને ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સના સહસ્થાપક-ચેરમેન પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ ગ્રીન એનર્જી અને પર્યાવરણ સુરક્ષા માટેની ટેકનોલોજીઓની ચકાસણી કરવા આ...
પડોશી દેશ ચીન સાથેની સરહદો અને હિન્દ મહાસાગર વિસ્તાર પરની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે ભારત આશરે 3 બિલિયન ડોલરમાં અમેરિકા પાસેથી 30 MQ-9B...
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે જણાવ્યું હતું કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “કાયમી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુદ્ધ...
અમેરિકાસ્થિત સંશોધન સંસ્તા હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યૂટ (એચઇઆઇ)ના તાજેતરના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2010થી 2019 સુધી 2.5 પાર્ટિકલ પોલ્યુટન્ટ (પીએમ) ધરાવતા વિશ્વના...
યુક્રેન સામેના યુદ્ધના કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ભારતે રશિયા પાસેથી ફ્યુઅલ ખરીધ્યું છે. આ અંગે ભારતના...
અમેરિકામાં બે મહિના પહેલા સુપ્રીમ કોર્ટે ગર્ભપાત અંગે ઐતિહાસિક ચૂકાદો આપતા તેની સામે લોકોમાં નારાજગી વ્યાપી હતી. હવે ફ્લોરિડાની એક કોર્ટે વિવાદાસ્પદ ચૂકાદો આપતા...
કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને છે, જ્યારે અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તેવું તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જણાયું છે.
કેનેડાના ઘરોમાં અત્યારે ઇંગ્લિશ અને ફ્રેંચ બે અધિકૃત ભાષાઓ સૌથી વધુ બોલાય છે, જ્યારે ત્યાર પછી મેન્ડેરીન અને પંજાબી ભાષા વધુ બોલાય છે તેવું, કેનેડાની ડેટા એજન્સી-સ્ટેટેસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડા 2021ની વસતી ગણતરીના આધારિત છે.
જોકે, દેશમાં મેન્ડેરીન કરતા પંજાબી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધી રહી છે. 2016 અને 2021 વચ્ચે પંજાબી બોલનારા લોકોની સંખ્યા 49 ટકા વધીને 520,000 પર પહોંચી હતી, જ્યારે મેન્ડેરીન બોલનારાઓની સંખ્યા 15 ટકા વધીને 5,31,000 નોંધાઇ હતી.
જ્યારે અન્ય ભારતીય ભાષા બોલાનારા લોકોની સંખ્યા પણ કેનેડામાં વધી રહી છે. હિન્દી બોલાનારા લોકોની સંખ્યા 66 ટકા વધીને 92,000 થઇ હતી અને ગુજરાતી બોલનારા પણ 92 હજાર હતા પરંતુ તેમની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતો. મલયાલમ બોલનારા લોકોની સંખ્યામાં 129 ટકાનો વધારો થઇને 35 હજાર પર પહોંચી હતી.
આ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ઇમિગ્રેશન વધવાના કારણે વિવિધ ભાષાઓ બોલાનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. મે 2016થી ડિસેમ્બર 2020 સુધીમાં કેનેડામાં આવેલા 20 ટકા કાયમી નિવાસીનો જન્મ ઇન્ડિયામાં થયો હતો.
એકંદરે ઘરમાં બિનઅધિકૃત ભાષા બોલાનારા વિશિષ્ટ કેનેડિયન્સની સંખ્યા 2016થી 16 ટકા વધીને ચાર મિલિયનથી 4.6 મિલિયન પર પહોંચી છે.
‘કોવિડ-19 મહામારીની અસર દેશમાં આવનારા વિદેશીઓ પર પડી હોવા છતાં, ઇમિગ્રેશન કેનેડાની ભાષાકીય વૈવિધ્યતાાને સમૃદ્ધ કરવાનું જાળવી રાખ્યું છે.’
કેનેડામાં બોલવા માટે અંગ્રેજી મુખ્ય ભાષા છે, તેના બોલનારા પાંચ વર્ષ અગાઉ 74.8 ટકા થી વધીને 2021માં 75.5 ટકા થઈ ગયા છે. જ્યારે અન્ય સત્તાવાર ભાષા ફ્રેન્ચના બોલનારા ઘટી રહ્યા છે. જે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગયા છે. બંને સત્તાવાર ભાષાઓ બોલનારાઓની સંખ્યા 18 ટકા પર સ્થિર રહી છે.
આપણે આપણા સ્વપ્ન પૂર્ણ કરવા માટે જીવનમાં એકવાર લોટરી જીતવાની આશા રાખતા હોઇએ છીએ. પરંતુ જેકપોટ જીતવામાં પણ નસીબનો સાથ હોવો જરૂરી છે. પરંતુ અમેરિકામાં એક નિવૃત્ત દંપત્તી અત્યાર સુધીમાં અનેક લોટરી દ્વારા 26 મિલિયન ડોલર જેટલી મોટી રકમ જીતવામાં સફળ થયું છે, અને તેમની આ સફળતાની ગાથા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે. અખબારી રીપોર્ટમાં જણાવ્યા અનુસાર મિશિગનના રહેવાસી જેરી અને માર્જ સેલ્બીએ આ નાણાનો ઉપયોગ ઘરના સમારકામમાં, પૌત્રો અને પ્રપૌત્રોના શિક્ષણ માટે કર્યો છે. તેમને છ સંતાનો અને પોતાની મેઇન
સ્ટ્રીટ કન્વીનિયન્સ શોપ છે. જેમાં માર્જ સેલ્બી લિકર અને સિગરેટની, જ્યારે જેરી પુસ્તકો અને સેન્ડવિચની જવાબદારી
સંભાળે છે. માર્જ સેલ્બીએ 2003માં વિનફોલ ગેમની પ્રથમ લોટરી ટિકિટ ખરીદી હતી. પરંતુ આ દંપત્તીએ અમેરિકાભરમાં વેચાયેલી ગેમમાં કાયદાકીય ખામી શોધી હતી.
83 વર્ષીય સેલ્બીએ જણાવ્યું હતું કે, તેમને વિનફોલ લોટરીમાં ‘રોલડાઉન’ ફીચરની જાણ થઇ હતી. જેમાં કોઇ જેકપોટ વિજેતા થતું નથી પરંતુ ઇનામની રકમ આગળ વધારવામાં આવતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેગા મિલિયન લોટરી ગેમથી અલગ જ્યાં તમામ છ નંબર મેચ કરનારાને વિનફોલમાં ઇનામ મળે છે. જો જેકપોટ પાંચ મિલિયનનો છે અને જો કોઇના તમામ છ નંબર તેની સાથે મેચ નથી થતાં તો ઇનામની તમામ રકમ નીચેના વિજેતાઓને મળે છે, જેમાં પાંચ, ચાર અને ત્રણ નંબર મેચ થવા પર મોટું ઇનામ મળે છે.
પહેલેથી ગણિતમાં હોંશિયાર સેલ્બીએ સરેરાશ ગણતરી મુજબ લોટરી લેવાનું શરૂ કર્યું. તે અઠવાડિયાઓ દરમિયાન જ્યારે રોલડાઉન ટિકિટની ખરીદી પર ખાતરીપૂર્વક ઇનામની લાગવાની જાહેરાત થતી હતી ત્યારે તેમણે હજ્જારો ટિકિટ ખરીદી લીધી હતી.
સેલ્બી પાસે વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીની ગણિતની બેચરલ ડિગ્રી છે. તેમણે બેટલ ક્રીકમાં કેલ્લોગના સીરીઅલ હેડક્વાર્ટરમાં આંકડા સંબંધિત કામ કર્યું હતું.
તેમણે પ્રથમવાર 2200 ડોલરથી રમત શરૂ કરી હતી પરંતુ તેમાં તેમણે 50 ડોલર ગુમાવ્યા હતા. જેમાં તેમને ફાયદો
અને નુકસાન વચ્ચે ગણિત અને સંભાવના વિશે સમજાયું હતું.
બીજીવાર જ્યારે રોલડાઉન જાહેર થયું ત્યારે તેમણે વિનફોલની 3600 ડોલરની ટિકિટ ખરીદી અને 6300 ડોલર જીત્યા હતા. પછી તેમણે 8000 ડોલરની ટિકિટ ખરીદી અને અંદાજે તેના બેગણા નાણા મેળવ્યા હતા. ત્યારપછી બંનેએ હજ્જારો ડોલર્સ સાથે ગેમ રમવાનું શરૂ કર્યું અને પોતાનો જીએસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ નામનો બિઝનેસ શરૂ કર્યો હતો. છેલ્લે જ્યારે 2012માં આ ગેમ બંધ થઇ ત્યારે તેઓ છેલ્લે વિનફોલમાં રમ્યા હતા.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં હવે વધુ બાળકો પેદા કરવા માટે સરકાર પ્રોત્સાહન આપશે. મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાક વિશેષ લાભો આપશે. ચીનમાં કર્મચારીઓની ઉંમર સતત ઘટી રહી છે અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. આ સાથે જ ચીનમાં વસ્તીદર અનેક દાયકાઓમાં સૌથી નીચો રહ્યો છે.
ચીને 2016માં તેની “એક બાળકની નીતિ” સમાપ્ત કરી હતી. તે પછી યુગલોને ત્રણ બાળકો અપનાવવાની મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતી. પરંતુ ચીનમાં હવે જન્મ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં બાળકો માટે પ્રજનન આરોગ્ય અને સેવાઓમાં સુધારો કરવા માટે ખર્ચ વધારવાની અપીલ કરી છે. આમાં સ્થાનિક સરકારોને પ્રજનનક્ષમતા સુધારવાની પદ્ધતિઓનો અમલ કરવા, યુવાન પરિવારોને સબસિડી આપવી, કરમાં છૂટ આપવી, અને બહેતર આરોગ્ય વીમો, શિક્ષણ, આવાસ અને રોજગારમાં ટેકો આપવાનો સમાવેશ થાય છે. નવી માર્ગદર્શિકા અનુસાર, વર્ષના અંત સુધીમાં, તમામ પ્રાંતોએ 2 થી 3 વર્ષની વયના બાળકો માટે પૂરતી નર્સરી બનાવવાની જરૂર પડશે જેથી કરીને બાળસંભાળ સેવાની અછતને દૂર કરી શકાય. ચીનના શહેરોમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પર ટેક્સ કપાતની સુવિધા આપવામાં આવી રહી છે, સાથે જ રોકડ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. ચીનમાં ગયા વર્ષે જન્મદર ઘટીને દર હજાર લોકોએ 7.52 બાળકો સુધી પહોંચી ગયું હતું. જે 1949થી નિભાવવામાં આવતા વસતી ગણત્રીના આંકડા અનુસાર સૌથી નીચો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતે રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું...