દેશની પરંપરાગત "જુડેયો-ક્રિશ્ચન" સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા માટે બ્રિટનના લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ અને આપણને ઉચ્ચ જન્મ દરની જરૂર છે એમ રિફોર્મ યુકેના...
ઘોડાઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા અને જીવન દરમિયાન ઘણી બધી વખત ઘોડા પર સવારી કરનાર 96 વર્ષના મહારાણી એલિઝાબેથને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનો 7...
ચીન અને તાઇવાન વચ્ચે મંગળવારે ફરી તંગદિલીમાં વધારો થયો થયો હતો. તાઇવાનની આર્મીએ મંગળવારે ચીનના ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. આર્મી પ્રવક્તાએ તેને વોર્નિંગ...
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસના આક્રમણ બાદ લોકડાઉનમાંથી બહાર નીકળવાની અને આગામી ત્રણ મહિનામાં બ્રિટનને સામાન્ય સ્થિતિમાં લાવવાની ત્રણ તબક્કાની યોજના જાહેર કરી હતી. શક્ય...
ઇઝરાયેલ-હમાસ વચ્ચેના તણાવ દરમિયાન ગયા સપ્તાહે ઇરાક અને સીરિયામાં યુએસ સૈનિકો પર વારંવાર હુમલા કરાયા હતા. અમેરિકાના અધિકારીઓએ ગયા સપ્તાહે ગુરુવારે જણાવ્યું હતું કે,...
કાર્ડિફ કાસલ ખાતે ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પ્રસંગે ધ્વજવંદન સાથે ગીત-સંગીત, નૃત્યો સાથે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેલ્સ...
અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા, વેપાર ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવા માટે "અમેરિકા ફર્સ્ટ"ના એજન્ડા સાથે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુકે પર લાદેલા...
કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને છે, જ્યારે અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, તેવું તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જણાયું છે.
કેનેડાના ઘરોમાં અત્યારે ઇંગ્લિશ અને ફ્રેંચ બે અધિકૃત ભાષાઓ સૌથી વધુ બોલાય છે, જ્યારે ત્યાર પછી મેન્ડેરીન અને પંજાબી ભાષા વધુ બોલાય છે તેવું, કેનેડાની ડેટા એજન્સી-સ્ટેટેસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) દ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડા 2021ની વસતી ગણતરીના આધારિત છે.
જોકે, દેશમાં મેન્ડેરીન કરતા પંજાબી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધી રહી છે. 2016 અને 2021 વચ્ચે પંજાબી બોલનારા લોકોની સંખ્યા 49 ટકા વધીને 520,000 પર પહોંચી હતી, જ્યારે મેન્ડેરીન બોલનારાઓની સંખ્યા 15 ટકા વધીને 5,31,000 નોંધાઇ હતી.
જ્યારે અન્ય ભારતીય ભાષા બોલાનારા લોકોની સંખ્યા પણ કેનેડામાં વધી રહી છે. હિન્દી બોલાનારા લોકોની સંખ્યા 66 ટકા વધીને 92,000 થઇ હતી અને ગુજરાતી બોલનારા પણ 92 હજાર હતા પરંતુ તેમની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતો. મલયાલમ બોલનારા લોકોની સંખ્યામાં 129 ટકાનો વધારો થઇને 35 હજાર પર પહોંચી હતી.
આ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ઇમિગ્રેશન વધવાના કારણે વિવિધ ભાષાઓ બોલાનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. મે 2016થી ડિસેમ્બર 2020 સુધીમાં કેનેડામાં આવેલા 20 ટકા કાયમી નિવાસીનો જન્મ ઇન્ડિયામાં થયો હતો.
એકંદરે ઘરમાં બિનઅધિકૃત ભાષા બોલાનારા વિશિષ્ટ કેનેડિયન્સની સંખ્યા 2016થી 16 ટકા વધીને ચાર મિલિયનથી 4.6 મિલિયન પર પહોંચી છે.
‘કોવિડ-19 મહામારીની અસર દેશમાં આવનારા વિદેશીઓ પર પડી હોવા છતાં, ઇમિગ્રેશન કેનેડાની ભાષાકીય વૈવિધ્યતાાને સમૃદ્ધ કરવાનું જાળવી રાખ્યું છે.’
કેનેડામાં બોલવા માટે અંગ્રેજી મુખ્ય ભાષા છે, તેના બોલનારા પાંચ વર્ષ અગાઉ 74.8 ટકા થી વધીને 2021માં 75.5 ટકા થઈ ગયા છે. જ્યારે અન્ય સત્તાવાર ભાષા ફ્રેન્ચના બોલનારા ઘટી રહ્યા છે. જે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગયા છે. બંને સત્તાવાર ભાષાઓ બોલનારાઓની સંખ્યા 18 ટકા પર સ્થિર રહી છે.
એક સપ્તાહ જેટલા સમયથી કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જેલસ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લપકારા મારી રહેલી જંગલોની ભીષણ આગમાં રવિવાર સુધીમાં 24 લોકોનો ભોગ લેવાઈ...
હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે ભારત જ્ઞાન, કર્મ અને ભક્તિની સંતુલિત ત્રિમૂર્તિની પરંપરાગત ફિલોસોફીમાં શ્રદ્ધા...

















