ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે જાણીતા થયેલા અમેરિકાના ન્યૂજર્સીના ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે.

તેનું નિર્માણકાર્ય 2011માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.

મંદિરના વિધિસરનું ઉદઘાટન તો આગામી 8 ઓક્ટોબરે થશે પણ તેની ભવ્યતાથી આકર્ષાઇને હજારો ભાવિકોએ મંદિરના દર્શને આવવાનું ચાલું કરી દીધું છે. આ મંદિરની ડિઝાઇન પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોના આધારે બનાવવામાં તૈયાર કરવામાં આવી છે. તેમાં 10 હજાર પ્રતિમાઓ છે, તેમજ ભારતીય સંગીત વાદ્યયંત્રો અને નૃત્ય રૂપોનું નક્શીમકામ તથા ભારતીય પ્રાચીન સંસ્કૃતિને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ મંદિર કંબોડિયા સ્થિતિ અંકોરવાટ બાદ દુનિયાનું બીજું સૌથી મોટુ હિન્દુ મંદિર છે.

12 મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર 100 એકરમાં બનાવાયેલું છે.

LEAVE A REPLY

three × 2 =