અમદાવાદમાં ત્રણ દરવાજા માર્કેટમાં દિવાળાની ખરીદી કરવા લોકોની ભીડ (istockphoto.com)

અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીથીી બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ ડિસ્ટસીંગના લીરે લીરા ઉડી રહ્યા છે.

શાકભાજીના અનેક વેપારીએ અને ગ્રાહકો માસ્ક વિનાના જોવા મળ્યા હતા. નિર્ધારિત ભાવ કરતાં વધારે ભાવથી શાકભાજીનું વેચાણ કર્યું હતું. નાગરીકો ડરના પગલે શાકભાજીનો સ્ટોક કરવા લાગ્યા હતા. અમદાવાદ કાલુપુર શાકમાર્કેટમાં સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા હતાં. સવારથી જ લોકો કરીયાણું સહિતની વસ્તુઓ લેવા માટે નીકળી પડ્યાં છે. શહેરમાં કર્ફ્યુ લંબાશે તેવા ડરના કારણે જોધપુર સહિતના વિસ્તારોમાં પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે.