પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે ગુરુવારે મોકૂફ રાખ્યો હતો.. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ અંગે નવી તારીખ નક્કી કરવાની હાલ કોઈ યોજના નથી.

રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણપ્રધાને વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી અને 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજો ન ખોલવાનો નિર્ણય કર્યો હતો.

અગાઉ સરકારના નિર્ણયની વિરુદ્ધમાં વિવિધ વાલી મંડળોએ પણ 23મીએ શાળા બંધનુ એલાન આપી સરકારના નિર્ણય સામે લડતના મંડાણ કર્યા હતાં. આથી આખરે સરકારને પોતાના નિર્ણયમાં પીછેહઠ કરવાની ફરજ પડી હતી.