પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય રિફાઇનરીઓ યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કરીને મે 2023માં પૂરા થયેલા 14 મહિનામાં ઓછામાં ઓછા $7.17 બિલિયનનું વિદેશી હૂંડિયામણ બચાવ્યુ હતું. આ માહિતી આ સમયગાળા માટેના ભારતના વેપાર ડેટાનું વિશ્લેષણ કરતાં બહાર આવી હતી. 

રિપોર્ટ અનુસારએપ્રિલ 2022થી મે 2023 વચ્ચે ભારતનું કુલ ક્રૂડ ઓઈલ આયાત બિલ 186.45 બિલિયન ડોલર રહ્યું છે. જો ભારતે આ જ ક્રૂડ ઓઈલ અન્ય સપ્લાયર દેશ પાસેથી આયાત કર્યું હોત તો ભારતે 196.62 બિલિયન ડોલરની રકમ ચૂકવવી પડી હોત. ભારતે રશિયા પાસેથી 40 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું છે. ભારતને આ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $79.75ના ભાવે મળ્યું છેજે અન્ય દેશોની સરેરાશ કિંમત કરતા બેરલ દીઠ $14.5 સસ્તું છે. આ 14 મહિનામાં ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 24.2 ટકા હતો. ટૂંક સમયમાંરશિયાએ ઇરાક અને સાઉદી અરેબિયા જેવા સપ્લાયર દેશોને બદલી નાખ્યાજેઓ ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઇલનો સપ્લાય કરતાં હતાં. 

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે ત્યારે રશિયાએ તેની અર્થવ્યવસ્થાને કોઈપણ બાહ્ય આંચકાથી બચાવવા માટે ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ભારતે તરત જ આ ઓફરને સ્વીકારી હતી. તેનાથી એપ્રિલ 2022થી મે 2023 સુધીના છેલ્લા 14 મહિનામાં દેશની ઓઈલ રિફાઈનિંગ કંપનીઓએ રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઈલ ખરીદવાને કારણે લગભગ 7 બિલિયન ડૉલરનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. 

ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની ઇંધણની 85 ટકા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે.  

LEAVE A REPLY

20 − twelve =