(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અનન્યા પાંડેએ પોતાની ક્ષમતાઓના કારણે બોલિવૂડની યુવા બ્રિગેડમાં સ્થાન જમાવી લીધું છે. શરૂઆતમાં ચંકી પાંડેની પુત્રી તરીકે ઓળખાતી અનન્યા માટે 2023નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આ વર્ષે અનન્યા પાસે સંખ્યાબંધ ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ પણ છે. આયુષ્માન ખુરાનાથી લઇને અક્ષયકુમાર સુધીના સ્ટાર્સ સાથે ફિલ્મ કરવાની તક આ વર્ષે અનન્યાને મળી છે.

ફેબ્રુઆરીમાં અનન્યાએ વિક્રમાદિત્ય મોટવાણેની સાયબર-થ્રિલર ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આયુષ્માન ખુરાના સાથેની ડ્રીમ ગર્લ 2 પણ રિલીઝની રાહ જોઈ રહી છે. આ સીક્વલમાં અનન્યાએ નુસરત ભરુચાને રીપ્લેસ કરી છે. ઓગસ્ટ મહિનામાં ડ્રીમ ગર્લ 2 રિલીઝ થવાની છે. અક્ષય કુમાર સાથે અનન્યાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. એક્ટિવિસ્ટ-એડવોકેટ સી. શંકરનના જીવન આધારિત ફિલ્મમાં અનન્યાએ યંગ એડવોકેટનો રોલ કર્યો છે. ઝોયા અખ્તર, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર ખો ગયે હમ કહાં બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં અનન્યાની સાથે સિદ્ધાંત અને ગૌરવ મુખ્ય ભૂમિકામાં છે.

આ ઉપરાંત અનન્યાએ હવે ડિજિટલ પ્લેટફોર્મમાં પણ નસીબ અજમાવ્યું છે. તે કોલ મી બે વેબસીરિઝમાં કામ કરી રહી છે. જેમાં તેણે બિલિયોનેર ફેશનિસ્ટા બે નો રોલ કર્યો છે. બ્રાન્ડ કોલાબરેશન, ફોટોશૂટ્સ અને ઈવેન્ટ્સમાંથી પણ અનન્યાને જંગી આવક થઈ રહી છે. આમ, 2023નું વર્ષ અનન્યા માટે કામ અને આવક બંને રીતે ખૂબ સફળ સાબિત થઈ રહ્યું છે. જો, અનન્યા આ ગતિએ આગળ વધતી રહી તો બહુ ઝડપથી તેની ગણતરી બોલીવૂડના એ-ગ્રેડ સ્ટાર્સમાં થઇ શકે છે.

 

LEAVE A REPLY

five × 4 =