(ANI Photo)

નોર્વેમાં ગત સપ્તાહે પુરી થયેલી નોર્વે ચેસ ટુર્નામેન્ટના ક્લાસિક વિભાગમાં વર્લ્ડ ચેમ્પિયન – નોર્વેનો મેગ્નસ કાર્લસન પાંચમી વખત ચેમ્પિયન બન્યો હતો, તો ભારતનો વિશ્વનાથન આનંદ 14.5 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

જ્યારે ભારતનો યુવા ગ્રાન્ડ માસ્ટર, 16 વર્ષના પ્રજ્ઞાનંદ ગ્રુપ એમાં ઓપન વિભાગની ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. ટોપ સિડેડ પ્રજ્ઞાનંદ નવ રાઉન્ડમાં 7.5 પોઈન્ટ સાથે અજેય રહ્યો હતો. તેના ત્રણ મુકાબલા ડ્રો રહ્યા હતા.