પ્રતિક તસવીર (Photo by Dan Kitwood/Getty Images)

ઈંગ્લેન્ડના ઈતિહાસમાં મફત ચાઈલ્ડકેરના સૌથી મોટા વિસ્તરણના બીજા તબક્કા માટેની અરજીઓ 12 મેના રોજ ખુલશે એવી સરકારે 15 માર્ચવા રોજ જાહેરાત કરી હતી. જે અંતર્ગત 9 મહિનાના બાળકોના લાયક વર્કિંગ પેરેન્ટ્સ સપ્ટેમ્બર 2024થી શરૂ થતી અઠવાડિયામાં 15 કલાકની સરકારી ભંડોળવાળી બાળ સંભાળ માટે નોંધણી કરાવી શકશે.

અર્થતંત્રને આગળ વધારવાની સરકારની યોજનામાં આ બીજું પગલું છે. જેમાં દરેક બાળકને સુલભ, સસ્તી અને ગુણવત્તાયુક્ત બાળ સંભાળ દ્વારા સફળ થવાની તક આપવામાં આવશે. આ રોલઆઉટ હજારો માતા-પિતાને પ્રથમ વખત બાળ સંભાળના ખર્ચ માટે મદદ  કરશે.

સપ્ટેમ્બર 2025થી માતાપિતાને સંપૂર્ણ 30 કલાકની સેવા મળતા તેઓ લગભગ £7,000 પ્રતિવર્ષની બચત કરી શકશે. આ એપ્રિલ રોલઆઉટથી 150,000 થી વધુ બાળકોને લાભ મળવાનો છે અને માતા-પિતાને બાળ સંભાળના ખર્ચમાં £500 મિલિયનથી વધુની બચત થશે.

LEAVE A REPLY

nineteen − six =