Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ 12થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી છે. DCGIએ આ વયજૂથના બાળકોમાં દેશી વેક્સિનનો ઇમર્જન્સી ઉપયોગ કરવા માટે ભારત બાયોટેકનો મંજૂરી આપી છે.

આ વર્ષના ઓક્ટોબરમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (એસઇસી)એ 2થી 18 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને ભલામણ કરી હતી. જોકે DCGIએ 12થી 18 વર્ષના બાળકો માટે આ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

આ મંજૂરીની સાથે નિયમનકારી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી બાળકો વેક્સિન લેવા માટે કો-વિન પ્લેટફોર્મમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત બાયોટેક કોવેક્સિન (BBV152) માટે 2થી 18 વર્ષના વયજૂથના ક્લિનિકલ ટ્રાયલના ડેટા CDSCOને સુપરત કર્યા હતા. આ ડેટાની CDSCO અને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ સંપૂર્ણ ચકાસણી કરી હતી અને તેમની હકારાત્મક ભલામણો કરી છે. 2થી 18 વર્ષના ગ્રૂપ માટે કોરોના વેક્સિનની વિશ્વમાં પ્રથમ મંજૂરીઓ મેળવનારી વેક્સિનમાં કોવેક્સિનનો સમાવેશ થાય છે. ભારત બાયોટેક ડીસીજીઆઇ, સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી અને CDSCOનો તેમની ઝડપી રિવ્યૂ પ્રોસેસ માટે આભાર માને છે. અમે હવે વેક્સિનના લોન્ચિંગ પહેલા CDSCOની વધુ નિયમનકારી મંજૂરીની રાહ જોઇ રહ્યાં છીએ.
લાંબા વિરામ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.