ચીનને કોરોના સંક્રમણનું ઊંચું જોખમ છે તેવા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે એનલ સ્વાબનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. ચીનની આવી આક્રમક પદ્ધતિની સોસિયલ મીડિયામાં ભારે ઠેકડી ઉડાડવામાં આવી હતી અને ટ્રાવેલર્સમાં દહેશતનો માહોલ ઊભો થયો હતો. ડોક્ટર્સે જણાવ્યું હતું કે વાઇરસને શોધવામાં આ પદ્ધતિ વધુ અસરકારક બની શકે છે.

સરકારી ટીવી CCTVએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે અધિકારીઓએ બેઇંજિંગના લોકોના એનલ સ્વાબ લીધા હતા. સરકારે નિર્ધારિત કરેલી ક્વોરેન્ટાઇલ ફેસિલિટીમાં રહેલા લોકો પણ આવા ટેસ્ટમાંથી પસાર થયા હતા.

ચીનના ઉત્તરના શહેરોમાં તાજેતરના સપ્તાહોમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે અને તેને દેશના બાકીના ભાગથી અલગ કરવામાં આવ્યો છે. કોરોનાના અંકુશમાં લેવા માટે ચીન હવે માસ ટેસ્ટિંગ કેમ્પેઇન ચલાવી રહ્યું છે. ટેસ્ટિંગમાં અત્યાર સુધી થ્રોટ અને નોઝના સ્વાબ લેવામાં આવતાં હતા.

બેઇજિંગના હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સે જણાવ્યું હતું કે એનલ સ્વાબ્સ મેથડ સંક્રમિત લોકોને શોધવામાં વધુ અસરકારક છે, કારણ કે વાઇરસના ટ્રેસ શ્વાસનળી કરતાં એનસમાં વધુ લાંબો સમય સુધી મળતાં હોય છે.
ટ્વીટર જેવા ચીનના સોસિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબોમાં યુઝર્સે આવી મેથડની ભારે ઠેકડી ઉઠાવી હતી. એક યુઝર લાફિંગ ઇમોજી સાથે લખ્યું હતું કે ઓછું નુકસાન, પરંતુ સંપૂર્ણ માનભંગ. બીજા યુઝર્સે લખ્યું હતું કે સદનસીબે હું ચીનમાં વહેલા પરત આવી ગયો.