વડા પ્રધાન બોરીસ જોન્સને જાહેર કર્યું છે કે યુકેમાં પ્રસરેલો નવો કોરોનાવાયરસ વેરિઅન્ટ સલ વાયરસ કરતા લભગ ત્રીસ ટકા વધારે જીવલેણ હોઈ શકે છે. જેના કારણે વાયરસના ચેપનું પ્રમાણ નોંધપાત્ર રીતે નહિં ઘટે અને રોગચાળા વિષે વધુ માહિતી મળશે નહિં ત્યાં સુધી સરકાર હાલના પ્રતિબંધોને હળવા કરવાની વિચારણા કરશે નહીં. સૌથી સંવેદનશીલ લોકોને રસી અપાયા બાદ જ આ માટે આશાઓ ઉભી થઇ શકશે.

બોરીસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રેસ કોન્ફરન્સમાં દેશને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’આપણે કોવિડ-19 સાથે “લાંબા સમય સુધી” જીવવું પડશે, કેમ કે નવો વેરિઅન્ટ માત્ર ઝડપથી પ્રસરતો જ નથી તે વધુ ઘાતક પણ હોઈ શકે છે. હોસ્પિટલના કેસો ઉંચે જવા લાગ્યા હોવાના પ્રારંભિક સંકેતો બાદ મોટે ભાગે આ નવા વેરિઅન્ટની અસરને કારણે NHS તીવ્ર દબાણ હેઠળ છે.”

શ્રી જોન્સને જણાવ્યું હતું કે “જ્યાં સુધી અમને ખાતરી નહિં થાય કે આપણો રસીકરણ કાર્યક્રમ કામ કરે છે અને નવા વેરિઅન્ટ સામે અમારી મેડિકલ જાણકારી પર્યાપ્ત છે કે હવે પછી કોઇ નવા પ્રકારના વાયરસનો ભય નથી ત્યાં સુધી અમે પ્રતિબંધો હળવા કરવાનું ધ્યાનમાં લઇ શકીએ નહિં. અમારી ગણતરીમાં કોઇ ફેર નહિ પડે તો જ તે બાબતે વિચાર કરી શકીશું. મને લાગે છે કે સૌથી અગત્યની બાબત એ છે કે આપણે હાલ એવી સ્થિતિમાં છીએ જ્યાં ચેપનું પ્રમાણ હજી વધારે નથી.’’

વડા પ્રધાને ચેપને વધુ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ચેતવણી આપી હતી કે ‘’ખૂબ જલ્દી અનલૉકીંગ કરવાથી રોગનો બીજો મોટો ઉછાળો આવશે. બ્રિટીશ જનતા અને વેપાર-ઉદ્યોગને અમે સલામતી અને સાવચેતીપૂર્વક ખોલીશું જેથી તેને પાછળથી બંધ કરવાની ફરજ ન પડે. હાલના રોગચાળાને જોતાં હાલના પ્રતિબંધો યોગ્ય છે. વાયરસના દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન વેરિઅન્ટ સામે હાલની રસી નોંધપાત્ર રીતે ઓછી અસરકારક હોઇ શકે તેવી ચેતવણીઓ વચ્ચે સરહદ પરના પગલાં કડક કરવામાં આવશે.

વૈજ્ઞાનિક સલાહકારો એવી દલીલ કરી રહ્યા છે કે એનએચએસને સુરક્ષિત રાખવા માટે વધુ જીવલેણ વેરિઅન્ટ માટે કડક નિયમોની જરૂર છે. મિનીસ્ટર્સ આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમના આગમન બાદ હોટલોમાં ક્વોરેન્ટાઇન કરવાની નવી આવશ્યકતા પર સંમત થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ તેઓ  બાબત પર વિભાજીત છે કે શું તે ફક્ત ઉંચુ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા યાત્રીઓ પર જ લાદવો જોઈએ તે નહિં.

સરકારના ન્યુ એન્ડ ઇમર્જીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી ગ્રુપે (નેર્વાટેગ) દસ જુદા જુદા મૉડેલો ધ્યાનમાં લીધાં છે કે જે યુકેના નવા વેરિઅન્ટ અને અસલ વાયરસથી બીમાર થયેલા લોકોની વય અને અન્ય બાબતો અંગે તપાસ કરી હતી. તેઓ આમાંથી, છ નિષ્કર્ષ પર આવ્યા કે નવા પ્રકારનો વાયરસ અંદાજે 29 ટકાથી લઈને 91 ટકા જેટલો વધુ જીવલેણ છે. એક મોડેલમાં જાણવા મળ્યું છે કે નવા વેરિએન્ટવાળી અને હોસ્પિટલમાં સારવાર લેતી વ્યક્તિના મૃત્યુ પામવાની શક્યતા નથી. નેર્વાટેગે તારણ કાઢ્યું હતું કે નવો વેરિઅન્ટ વધુ ગંભીર રોગચાળો કરે છે અને પરિણામે વધુ લોકોને દાખલ કરવામાં આવ્યા છે.

એકંદરે, સર પેટ્રિકે સૂચવ્યું હતું કે કહેવાતા કેન્ટ વેરિએન્ટવાળા ત્રીસ ટકા જેટલી છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “પુરાવા હજી સુધી મજબૂત નથી”. બીજુ કે આપણી પાસે વધારે પુરાવા છે કે નવા સ્ટ્રેઇન સામે રસી સારું રક્ષણ આપે છે અને તેથી તેમણે બીજા ડોઝને વિલંબિત કરવાના સરકારના નિર્ણયનો બચાવ કરવા ઇઝરાયલી ડેટાને સૂચવ્યા હતા.’’

નર્વેટેગના અધ્યક્ષ પ્રોફેસર પીટર હોર્બીએ બીબીસી બ્રેકફાસ્ટ શોમાં કહ્યું હતું કે “પારદર્શિતા” માટે મૃત્યુ દર વિશે જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકો તીવ્રતા વધે છે કે કેમ તે શક્યતા તરફ ધ્યાન આપી રહ્યા છે. ડેટા જોતાં એક અઠવાડિયા પછી અમે તારણ કાઢ્યું છે કે તે એક વાસ્તવિક શક્યતા છે.”

ઇમ્પીરીયલ કોલેજ, યુનિવર્સિટી ઓફ એક્સેટર, લંડન સ્કૂલ ઑફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (LSHTM) દ્વારા આ ચાર અલગ વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. LSHTMએ અસલ વાયરસ કરતાં મૃત્યુ દર 35 ટકા વધારે હોવાનું જણાવ્યું હતું. એટલે કે પરીક્ષણ કરેલા 1.2 મિલિયન લોકોમાં 2500 લોકોનાં મોત નિપજે છે.

સરકારે પણ આર રેટ હવે 1ની નીચે હોવાની સંભાવના વ્યક્ત કરી હતી એટલે કે રોગચાળો ઘટતો જાય છે.