ચીનમાં બે ડઝન જેટલા શહેરો અને કાઉન્ટીઓને આવરી લેવામાં આવેલા નવા સૂચનો અંતર્ગત લાખોની સંખ્યામાં ચીની લોકો જ્યાં સુધી રસી લઇ ન લે ત્યાં સુધીમાં તેઓ સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને શોપિંગ મોલ સહિતની જાહેર જગ્યાઓ પર પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. કોરોના વાઇરસ સૌ પ્રથમ વર્ષ 2019ના અંતમાં મધ્ય ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ દેશમાં તે મોટાપાયે નિયંત્રણમાં આવ્યો હતો. અને બીજિંગ
આ કડક નિયમોનું સમગ્ર એશિયામાં ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટના ઉદભવને કારણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમ સમગ્ર દેશમાં ફેલાવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અનેક બીજા-સ્તરના શહેરો પર લાદવામાં આવશે.
ચીને આ વર્ષના અંત સુધીમાં પોતાની 1.4 બિલિયન વસ્તીના 64 ટકા લોકોમાં રસીકરણનો રાષ્ટ્રીય લક્ષ્યાંક રાખ્યો છે, અને આ નવા માપદંડો ઉચ્ચકક્ષાની મજબૂરી સૂચવે છે.
ગત બુધવારે મોડી રાત્રે મુકવામાં આવેલી એક નોટિસ અનુસાર, દક્ષિણી પ્રાંત યુન્નાનના ચુક્સિઓંગ શહેરના અંદાજે 510,000 ઘરોમાં 18થી વધુ ઉંમરના તમામ રહેવાસીઓને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ 23 જુલાઇ સુધીમાં મળવો જોઇએ તેમ જણાવવામાં આવ્યું હતું.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો રસી લેવામાં નિષ્ફળ જશે તેમને હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ, કિંડરગાર્ટન્સ અને સ્કૂલ્સ, લાઇબ્રેરી, મ્યુઝિયમ્સ, જેલો અથવા જાહેર પરિવહન સહિતની સુવિધામાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.
એક મહિના પછી જાહેર બિલ્ડિંગ્સમાં પ્રવેશવા માટે બંને ડોઝ જરૂરી રહેશે.
સત્તાવાળાઓએ આ પ્રકારની નોટિસ ઓછામાં ઓછા 12 શહેરોમાં અને દેશભરની કાઉન્ટિઝમાં ઇસ્યુ કરી છે. જેમાં છ પૂર્વીય જીઆંગક્સી પ્રોવિન્સમાં, એક સિચુઆનમાં, એક ગૌંગક્સી અને ત્રણ ફુજીઆન પ્રોવિન્સનો સમાવેશ થાય છે. ઘણા પ્રોવિન્સનું કહેવું છે કે, તેઓ સ્થાનિક વસતીના 70થી 80 ટકા લોકોને સપ્ટેમ્બર સુધીમાં રસી આપવા ઇચ્છે છે, જે રાષ્ટ્રીય લક્ષ્યાંકથી વધુ છે.
નેશનલ હેલ્થ કમિશને લોકોના આંકડાની સ્પષ્ટતા વગર જણાવ્યું હતું કે, મંગળવાર સુધીમાં ચીને કોવિડ-19 રસીના 1.4 બિલિયનથી વધુ ડોઝ આપ્યા છે.