ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મોસ્કોમાં મુલાકાત પહેલા ભારતના લશ્કરી દળોને ધમકાવવા માટે ચીનના લશ્કરે ગયા સપ્તાહે પૂર્વ લડાખમાં પેન્ગોંગ સરોવર નજીક હવામાં સંખ્યાબંધ વોર્નિંગ શોટ ફાયર કર્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના ફિન્ગર-3ના રિજલાઇનની નજીક બની હતી. આ વિસ્તારમાં ભારતીય લશ્કરની જમાવટમાં મોટો વધારો કરવામાં આવેલો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સંખ્યાબંધ જવાનો ભારતીય મથકો તરફ આક્રમક બનીને ધસી આવ્યા હતા, પરંતુ ભારતના સૈનિકોએ સામનો કરતા તેઓ પરત ગયા હતા. પાછા જતી વખતે ચીનના જવાનોએ ભારતીય લશ્કરી અધિકારીઓને ધમકાવવા માટે 100થી 200 રાઉન્ડ વોર્નિંગ શોટ ફાયર કર્યા હતા.












