REUTERS/Aly Song/File Photo/File Photo

ચીનમાં મહામંદીના ભણકારા વચ્ચે તેની દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે અમેરિકાની કોર્ટમાં ગુરુવારે નાદારીની અરજી કરી હતી. તેનાથી કંપનીને પુનર્ગઠનના પ્રયાસ દરમિયાન અમેરિકાની એસેટમાં સુરક્ષા મળી શકે છે. ચીનની એક સમયની ટોચની પ્રોપર્ટી ડેવલપર એવરગ્રાન્ડની સ્થાપના 2021માં થઈ હતી અને તેના માથે 300 બિલિયન ડોલરનું દેવું છે. કંપનીની આર્થિક મુશ્કેલી ચીનના પ્રોપર્ટી સેક્ટરની કટોકટીનો સંકેત આપી છે.

ન્યૂ યોર્કમાં તાજેતરની નિયમનકારી માહિતીમાં જણાવાયું છે કે એવરગ્રાન્ડની હોલ્ડિંગ કંપની  તિયાનજી હોલ્ડિંગ અને સીનરી જર્ની ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માટે અરજી કરી હતી. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈઓ છે. ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા એવા સમયે આવી છે જ્યારે ચીનનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે.

આ કંપની વર્ષ 2021માં પણ તેની લોન ચૂકવવામાં ચૂકી ગઈ હતી. તે સમયે પણ કંપનીએ તેની નાણાકીય સ્થિતિ જાહેર કરી ન હતી. તેના ઠીક એક વર્ષ પછી એટલે કે વર્ષ 2022માં કંપનીના શેરને બિઝનેસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારબાદ કંપનીએ ગયા મહિને માહિતી આપી હતી કે તેને છેલ્લા 2 વર્ષમાં લગભગ 80 બિલિયન ડૉલરનું નુકસાન થયું છે. ચીનની ઘણી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, જોકે હવે કેટલીક કંપનીઓ આગળ આવી રહી છે અને તેમની ખોટ જાહેર કરી રહી છે. હાલમાં ચીનની અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે અને હાલત મોંઘવારી કરતા પણ ખરાબ છે.

 

LEAVE A REPLY

19 − 17 =