અમેરિકાએ વિશ્વના 41 દેશોના નાગરિકોને વિઝા વેવર પ્રોગ્રામ (VWP) હેઠળ વિઝા વગર 90 દિવસ સુધીના રોકાણ માટે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. આ 41 દેશોમાં બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, ઓસ્ટ્રિયા, ટ્રયા, બેલ્જિયમ, સ્પેન, સ્વિડન, સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, નોર્વે, પોર્ટુગલ, પોલેન્ડ, કતાર, દક્ષિણ કોરિયા, રોમાનિયા, બ્રુનેઈ, એન્ડોર્સ, ચિલી, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રીસ, હંગેરી, આઈસલેન્ડ, આયર્લૅન્ડ, લેટવીઆ, લિથુઆનિયા, માલ્ટા, મોનાકો, નેધરલેન્ડ, સાન મારિનો, સિંગાપોર, સ્લોવાકિયા અને સ્લોવેનિયાનો સમાવેશ થાય છે.
ESTA થકી આ દેશોના નાગરિકો વિઝા વગર અમેરિકામાં 90 દિવસ સુધીના રોકાણ માટે પર્યટન કે બિઝનેસના હેતુસર પ્રવેશી શકે છે. આ માટે તેઓએ અમેરિકા આવતાં પહેલાં માન્ય ઇલેક્ટ્રોનિક સીસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ESTA) મેળવી લેવાનું રહેશે. આમછતાં, આ દેશોના નાગરિકો અમેરિકા આવવા માટે પાસપોર્ટ ઉપર પેપર વિઝા મેળવવા માગતા હોય તો તેઓ વિઝિટર (B-1 કે B-2) વિઝા માટે એપ્લાય કરી શકે છે.
ESTAએ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા સંચાલિત વેબ-બેઝડ સિસ્ટમ છે, જે VWP હેઠળ પ્રવાસન કે બિઝનેસ માટે અમેરિકાના પ્રવાસ માટેની પાત્રતા નક્કી કરે છે. જો કે VWPમાં કેટલાક અપવાદ પણ છે. VWP એન્ડ ટેરરિસ્ટ ટ્રાવેલ પ્રિવેન્શન એક્ટ, ૨૦૧૫ મુજબ ત્રણ કેટેગરીના ટ્રાવેલર્સે અમેરિકા જતાં પહેલાં વિઝા મેળવવા જરૂરી છે. VWP દેશોના એવા નાગરિકો કે જેઓ પહેલી માર્ચ, 2011ના રોજ કે તે પછી દક્ષિણ કોરિયા, ઇરાન, ઈરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા, કે યમનની મુલાકાતે ગયા હોય તેઓ વિઝા વગર અમેરિકા નહીં જઈ શકે. તે જ રીતે VWP દેશોના એવા નાગરિકો કે જેઓ 12 જાન્યુઆરી, 2021ના રોજ કે તે પછી ક્યુબા ગયા હોય તેઓ પણ વિઝા વગર અમેરિકા નહીં જઈ શકે. VWP દેશોના એવા નાગરિકો કે જેઓ ક્યુબા, દક્ષિણ કોરિયા, ઈરાન, ઇરાક, સુદાન કે સીરિયાના પણ લીગલ સિટિઝન હોય તેઓ પણ વિઝા વગર અમેરિકા જઈ શકશે નહીં.
