પ્રતિક તસવીર (Photo credit should read CHANDAN KHANNA/AFP/Getty Images)

બ્રિટિશ કૉમેડી સીનમાં સાથી મહિલા કલાકારો સાથે જાતીય સતામણી અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે હરદીપસિંહ કોહલીએ અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવેલા સેક્સ સતામણીના આક્ષેપો અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ઇન્ડસ્ટ્રીના સંગઠને કહ્યું હતું કે ડઝનબંધ મહિલાઓના માનભંગ અંગે અપમાનજનક પુરૂષ કૉમિક્સને જવાબદાર ઠેરવવા જોઇએ. કેટલાકે શો પહેલાં જ છેડતી અને બળાત્કારના ટુચકાઓ સાથે મશ્કરી કરાઇ હોવાનું જણાવ્યું હતું અને એવો આરોપ લગાવ્યો હતો કે કેટલાક અગ્રણીઓ દ્વારા કરેલા ગેરવર્તનને કૉમેડી એસ્ટાબ્લિશમેન્ટે ઢાંકી દીધું છે.

29 વર્ષીય હાસ્ય કલાકાર લુલુ પોપલવેલે આરોપ લગાવ્યો હતો કે સેલિબ્રિટી બિગ બ્રધરના પૂર્વ કન્ટેસ્ટન્ટ 51 વર્ષીય કોહલીએ તેની કારકિર્દીને આગળ વધારવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવાની ઓફર કરી એક રાત પથારીમાં સાથે વિતાવવાનું આમંત્રણ આપ્યું હતું. નિકોલા થોર્પ (કૉરોનેશન સ્ટ્રીટની અભિનેત્રી), આઇવિ પેજ (બ્રલેસ્ક્યુ કલાકાર) અને સોફી આર્મસ્ટ્રોંગ, (ગાયક-ગીતકાર)એ એવો દાવો કર્યો હતો કે તેમને પણ તેણે આવી ઑફર્સ આપી હતી. સ્કોટલેન્ડની સૌથી મોટી લાઇવ એન્ટરટેઇનમેન્ટ કંપની ગિલ્ડેડ બલૂને કોહલી પર આજીવન પ્રતિબંધ લાદ્યો છે. સ્કોટલેન્ડના નેશનલ થિયેટરે પણ પુષ્ટિ કરી છે કે ભવિષ્યમાં તેની સાથે કામ કરવાનો ઇરાદો નથી.

લેફ્ટ વિંગ બીબીસી અને ચેનલ 4ના કોમેડીયન તેજ ઇલ્યાસે કહ્યું કે તેણે મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. પરંતુ કોઈ પણ જાતીય શોષણનો ઇનકાર કર્યો હતો. તેણે મહિલાઓનો પોતાના “અંગત પ્રમોદ” માટે ઉપયોગ કર્યો હોવાની કબુલાત બાદ સત્તાવાર પદ છોડ્યું હતું. તેમણે એસોસિએશનના સ્ટીઅરિંગ જૂથ પરનનુ પદ છોડવાની જાહેરાત કરી દિલગીરી વ્યક્ત કરી હતી.

37 વર્ષના ઇલિયાસ ‘મોક ધ વીક’ અને ‘ધ નાઉ શો’ જેવા બીબીસી કાર્યક્રમોમાં નિયમિત અતિથિ તરીકે રહી ચૂક્યા છે અને બીબીસી થ્રીના કોમેડી-ડ્રામા ‘મેન લાઇક મોબીન’માં અભિનય કર્યો હતો.

અલગથી કેટલીક મહિલાઓએ ધ ટાઈમ્સ ખબારનો સંપર્ક સાધી હાસ્ય કોમેડીયન, શેફ અને પ્રેઝન્ટર હરદીપસિંહ કોહલીને તેમની પાસે અનિચ્છનીય માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. લાઇવ કૉમેડી એસોસિએશન “પ્રણાલીગત” સમસ્યા હોવાનો દાવો કર્યા પછી સભ્યો માટે આચારસંહિતા બનાવી રહી છે.