Getty Images)

સોશિયલ મીડિયા પર એકટિવ રહેતા કલાકારો પોતપોતાની રીતે કમાણી કરી લેતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી એક પોસ્ટથી કેટલી કમાણી થતી હશે ? એ વિચાર કોઇને આવ્યો છે ?હોલીવૂડનો એકટર ઇવેન જોનસન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને તગડી કમાણી કરે છે

સોશિયલ મીડિયા કંપની હોપર એચક્યુ ડોટકોમે ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ ૨૦૨૦ કરીને મુકી છે. જેમાં ઇવેન પહેલા નંબરે છે તે પોતાની એક પોસ્ટના રૂપિયા ૭.૪૦ કરોડ રૂપિયા કમાણી કરે છે. જ્યારે ભારતીયોમાં આ યાદીમાં પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીનું જ નામ છે.

પ્રિયંકાનું નામ આ યાદીમાં ૨૮મુ છે. તે ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટથી  ૨,૮૯,૦૦૦ ડોલર એટલે કે રૂપિયા બે કરોડથી વધુ કમાણી કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૪.૩ મિલિયન ફોલોઅર્સ છે. આ યાદીમાં વિરાટ કોહલી જોકે પ્રિયંકા કરતાં આગળ છે. તે ૨૬મા ક્રમાંકે છે. તે એક પોસ્ટ દ્વારા ૨, ૯૬,૦૦૦ ડોલપ એટલે કે બે કરોડથી વધુ લે છે. જોકે પ્રિયંકા અને વિરાટની કમાણીમાં ઝાઝું અંતર નથી. ઇન્સ્ટાગ્રામ પર વિરાટના ૬૬ મિલિયન ફોલોઅર્સ છે.