Goddess Umiya temple ahmedabad
(ANI Photo)

અમદાવાદની નજીક આવેલા જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે ૭૫ હજાર વૃક્ષના ઉછેર માટેના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ૭૫ હજાર તિરંગા વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. વિશ્વ ઉમિયા ધામમાં સૌથી ઊંચું મંદિર બનવાનું છે. આગામી સમયમાં આ એક ઐતિહાસિક સ્થળ બની રહેશે. મુખ્યપ્રધાને હર ઘર તિરંગા અભિયાનમાં જન જન ને જોડવા અનુરોધ કર્યો હતો.

વિશ્વ ઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સાંસદ શારદાબેન પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ સહિત વિશ્વ ઉમિયા ધામના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને ૭૫ હજાર વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જન ભાગીદારીથી વિશ્વ ઉમિયાધામ ઉપવનનું નિર્માણ કરવામાં આવશે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ૫૦૪ ફૂટ ઊંચુ મા ઉમિયાધામનું મંદિર નિર્માણ ભક્તિ અને શક્તિની ઐતિહાસિક ધરોહર બની રહેશે. વિશ્વ ઉમિયાધામે સમાજના દરેક વર્ગની ચિંતા કરીને તેમના ઉત્થાન સાથેના સેવાકાર્યોની સરવાણી ચાલુ કરી છે. વિશાળ જગ્યામાં નિર્માણાધિન આ કૅમ્પસમાં શિક્ષણ, આરોગ્ય ઉપરાંતની સમાજસેવા, સમાજ ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની રહેશે.

વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર પી પટેલ જણાવ્યું કે હું જ્યાં સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પદ પર શું ત્યાં સુધી મને રાજકારણમાં જવાની કોઈ લાલસા નથી અને સંસ્થાના બંધારણની નીમ માં ક્લિયર કટ ઉલ્લેખ છે કોઈપણ સંસ્થાના પ્રમુખ પદ પર હશે તે પણ રાજકારણના “ર” નો પણ વિચાર નહીં કરી શકે. હું વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે કટિબદ્ધ છું અને સમાજને કઈ રીતે આગળ લઈ જવો તે માટે હું હર હંમેશ તત્પર રહીશ.આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરનાર વિશ્વઉમિયાધામ પ્રથમ સામાજિક સંસ્થા, જેનાથી અન્ય સામજો અને સંસ્થાઓની પ્રેરણા મળશે. વધુમાં સમાજની દિકરીઓને જે પ્રકારે જેહાદી તત્વો ફોસલાવીને કે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લે છે તેનાની માતા-પિતાઓએ જાગૃત થવાની જરૂર છે.