(ANI Photo)

તેલંગણાના હૈદરાબાદમાં એક જાહેરસભાને સંબંધોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે બે વખત બાબાસાહેબ આંબેડકરને જીતવા દીધા ન હતા. દાયકા સુધી કોંગ્રેસે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં બાબાસાહેબની તસવીર મૂકવા દીધી ન હતી અને તેમને ભારતરત્ન પણ આપવા દીધો ન હતો.

વડાપ્રધાન એસટી સમુદાય મડિગાના સંગઠન મડિગા અનામત સંઘર્ષ સમિતિએ આયોજિત કરેલી રેલીમાં બોલી રહ્યાં હતા. મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર ટૂંક સમયમાં એક સમિતિની રચના કરશે, જે મડિગાને એસટીનો દરજ્જો આપવા સહિતની તેમની તમામ માગણીઓની વિચારણા કરશે અને તેમના સશક્તિકરણ માટેના તમામ સંભવિત માર્ગો અપનાવશે. મડિગા તેલુગુ રાજ્યમાં એક મોટો સમુદાય છે અને એસટીની કેટેગરી માટે લડત લડી રહ્યો છે.

મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી દરેક સંઘર્ષમાં ભાજપ તમારી સાથે છે. અમે આ અન્યાયને વહેલામાં વહેલી તકે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ…અમારું વચન છે કે અમે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરીશું.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કોંગ્રેસને કારણે બંધારણના ઘડવૈયા બી આર આંબેડકરને દાયકાઓ સુધી ભારતરત્ન આપવામાં આવ્યો ન હતો અને કેન્દ્રમાં ભાજપની સમર્થન સાથેની સરકાર રચાયા પછી જ શક્ય બન્યું હતું. તેલંગાણામાં બીઆરએસ સરકારની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે અલગ રાજ્યના આંદોલન દરમિયાન તેઓએ એક દલિતને મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ અલગ રાજ્યની રચના થયા પછી કે ચંદ્રશેખર રાવે સીએમની ખુરશી પચાવી પાડી હતી. બીઆરએસ દલિત વિરોધી છે અને કોંગ્રેસ તેનાથી ઓછી નથી

LEAVE A REPLY

seventeen − fourteen =