રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની હત્યાના ષડયંત્રનો ખુલાસો ક્રેમલિન તરફથી કરવામાં આવ્યો છે. આ રીપોર્ટના સંદર્ભમાં ઓછામાં ઓછા એક હજારથી વધુ કર્મચારીઓની પ્રેસિડેન્ટ હાઉસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. પુતિને ફેબ્રુઆરીમાં પોતાના તમામ અંગત કર્મચારીને એવા ભયથી બદલ્યા હતા, કારણ કે તેમને ઝેર આપવામાં આવે તેવી શંકા હતી. પુતિનને ઝેર આપવાની કોશિશમાં ક્રેમલિનના હજાર કર્મચારીઓને યુક્રેન યુદ્ધ પહેલા કાઢી મૂકવામાં આવ્યા છે, કે પછી હજુ સુધી આ બાબતનો ખુલાસો થયો નથી. પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે, એમાં રસોઈયા, કપડા ધોવાવાળા અને બોડીગાર્ડ્સ સામેલ છે.
મીડિયા રિપોર્ટમાં યુક્રેનના જાસૂસી અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે પુતિનને ઝેર આપીને મારવાના ષડયંત્રના અહેવાલ તથ્ય વિહોણા છે અને મોસ્કોના મોટા અધિકારીઓ પુતિનને ઝેર આપીને મારવા કે તેમની હત્યાને એક દુર્ઘટના તરીકે રજૂ કરવાનું આયોજન કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રશિયામાં પ્રભાવશાળી લોકોના એક જૂથે કથિત રીતે પ્રેસિડેન્ટપદેથી હટાવવાની યોજના બનાવવાનું શરુ કર્યું છે. આ સાથે દાવો કરવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ પુતિનનું સ્થાન લેવા માટે એક ઉતરાધિકારીની પસંદગી પણ કરી લેવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, તેને લઈને ક્રેમલિનના કેટલાક અધિકારીઓ ચિંતિત છે અને તેમને રશિયાનું ભવિષ્ય ચિંતાજનક લાગી રહ્યું છે.