નાટોના અંદાજ પ્રમાણે યુક્રેન સાથેના ચાર સપ્તાહના યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના ૭,૦૦૦થી ૧૫,૦૦૦ સૈનિકના મોત થયા છે. યુક્રેનના જોરદાર પ્રતિકારને કારણે ઝડપી જીતની રશિયાની ઇચ્છા પૂરી થઈ નથી. નાટોના વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયાના સૈનિકોના મોત અંગેનો અમારો અંદાજ યુક્રેનના સત્તાવાળા દ્વારા અપાયેલી માહિતી, રશિયાના નિવેદનો તેમજ ગુપ્તચર માહિતી પર આધારિત છે. યુક્રેને તેના લશ્કરી નુકસાન અંગે બહુ ઓછી માહિતી જાહેર કરી છે, પણ પ્રેસિેડેન્ટ ઝેલેન્સ્કીએ લગભગ બે સપ્તાહ પહેલાં યુક્રેનના લગભગ ૧,૩૦૦ સૈનિકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રશિયાએ ૨૪ ફેબ્રુઆરીના રોજ હુમલો કર્યો ત્યારે તેનો લક્ષ્યાંક યુક્રેનની સરકારને ઉથલાવવાનો હતો. જોકે, બુધવારે યુદ્ધને ચાર સપ્તાહ પૂરા થઈ ચૂક્યા છે છતાં મોસ્કોને હજુ ધારી સફળતા મળી નથી. ઝેલેન્સ્કીએ જુદાજુદા વીડિયો, ભાષણો અને લશ્કર માટે મદદ માંગીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.