NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI6_27_2021_0010100001)

ભારતમાં સોમવારે કોરોનાના દૈનિક કેસની સંખ્યા 40 હજારની અંદર પહોંચી ગઈ હતી અને મોતની સંખ્યા પણ 1,000થી નીચે રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જણાાવ્યું હતું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ 102 દિવસ પછી 40,000થી નીચે રહ્યા હતા. ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,566 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુઆંક 907 નોંધાયો હતો. ભારતમાં કોરોનના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની સાથે સાજા થનારા દર્દીઓનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે. એક્ટિવ કેસ સતત ઘટી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસનો આંકડો 5,72,994 પરથી ઘટીને 5,52,659 થઈ હતો, જે કુલ એક્ટિવ કેસના 1.82 ટકા છે.

ભારતમાં 24 કલાકમાં વધુ 56,994 દર્દીઓ સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,93,66,601 થઈ હતી. દેશમાં કુલ સંક્રમણનો આંકડો 3,03,16,897 થયો હતો અને કુલ મૃત્યુઆંક 3,97,637 થયો હતો. દેશમાં અત્યાર સુધી વેક્સિનના 32.90 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં દૈનિક કેસ ઘટીને 100થી નીચે

સરકારે સોમવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના નવા કેસોનો આંકડો ઘટીને 100ની અંદર આવી ગયો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96 કેસો નોંધાયા હતા અને તેની સામે 315 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સોમવાર સાંજ કુલ 2,49,125 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. સોમવારે કોરોનાના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,054 પર પહોંચ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 809821 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસો 3465 છે જેમાં 14 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 3451 દર્દી સ્ટેબલ છે.