શેમારૂ એન્ટરટેઈન્મેન્ટનું ઓવર-ધ-ટોપ વિડિયો સ્ટ્રીમિંગ એપ શેમારૂમીએ 24 જૂન 2021થી નવી પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ ‘ષડયંત્ર’ રિલીઝ કરી છે. આ મલ્ટી સ્ટારર પોલિટિકલ વેબ સિરીઝમાં રોહિણી હટંગડી, વંદના પાઠક, અપ્રા મહેતા, વિશાલ ગાંધી, શ્રેનુ પરીખ, દીપક ઘીવાલા અને બીજા જાણીતા અને દિગ્ગજ કલાકારો છે.

આ એક સામાન્ય પોલિટિકલ ડ્રામા નથી, પરંતુ ઘણા અલગ અલગ પાત્રો દ્વારા આ શૉમાં અગત્યના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે. શેમારૂમી એક એવું પ્લેટફોર્મ છે, જે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં મનોરંજક કન્ટેન્ટ આપે છે અને ષડ્યંત્ર વેબ સિરીઝ સાથે શેમારૂમી યુનાઇટેડ કિંગડમ, અમેરિકા સહિત વિદેશમાં રહેતા ગુજરાતી સમુદાયને પણ આકર્ષવાનો પ્રયાસ કરશે.

શેમારૂમી ગુજરાતીએ આશરે બે મહિનાથી પણ ઓછા સમય 9થી વધારે ગુજરાતી ટાઇટલ રજુ કરી દર્શકોને મનોરંજન આપ્યું છે. શેમારૂમીએ અગાઉ ઓરિજિટલ વેબ સીરિઝ ‘વાત વાતમાં’ અને સર્વપ્રથમ ડિજિટલ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’, જોક સમ્રાટ (નાટક) અને તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ અનનોન ટુ નોન રજૂ કરી હતી.
શેમારૂમી ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજનનું જાણીતું વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે અને લાંબા સમયથી ગુજરાતી પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. આ પ્લેટફોર્મ તેની ઓરિજિનલ વેબ સિરિઝ, બ્લોકબસ્ટર મૂવીઝ, નાટકો અને 500થી પણ વધારે ગુજરાતી ટાઇટલ સાથે દર અઠવાડિયે એક નવા ફ્રેશ કન્ટેન્ટના સાથે ગુજરાતીને મનોરંજન પૂરું પાડવાની યોજના ધરાવે છે. શેમારૂમી દર્શકો માટે સબસ્ક્રિપ્શન સાથે IOS, Andriod અને બીજા ઘણા સ્માર્ટ ડિવાઇસ અને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.