ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના દૈનિક કેસની સંખ્યા છેલ્લાં 50 દિવસમાં સૌથી ઓછી રહી હતી અને રિકવરી રેટ વધીને 90 ટકા થયો હતો. સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા અને 45 દર્દીના મોત નીપજ્યા થયા હતાા. નવા કેસ સામે 9,305 દર્દી રિકવર થયા હતા. અમદાવાદમાં 475 કેસ નોંધાયા હતા અને 8 દર્દીના મોત થયા હતા, જ્યારે સુરતમાં 267 કેસ નોંધાયા હતા અને 6 દર્દીના મોત થયા હતા.

સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 8,273 થયો હતો. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 713065 દર્દીઓએ રિકવર થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 68,971 હતી, જેમાંથી 648 દર્દી વેન્ટિલેટર પર હતા.

સરકારના ડેટા મુજબ વડોદરામાં 455 કેસ સાથે 5 દર્દીના મોત થયા હતા, જ્યારે રાજકોટમાં 275 કેસ સાથે 3 દર્દીના મોત, થયા હતા. જામનગરમાં નવા 139 કેસ સાથે 3 દર્દીના મોત હતા. આ ઉપરાંત જૂનાગઢમાં કોરોનાના નવા 140, ભાવનગરમાં 106, ગાંધીનગરમાં 56 કેસ, બનાસકાંઠામાં 110, સાબરકાંઠામાં 105, કચ્છમાં 89 કેસ, પંચમહાલમાં 101, ખેડા-પોરબંદરમાં 87-87 કેસ, ભરૂચમાં 81, આણંદમાં 73, મહીસાગરમાં 52 કેસ નોંધાયા હતા.