High quality 3D rendered image, perfectly usable for topics related to big data, global networks, international flight routes or the spread of a pandemic / computer virus. Textures courtesy of NASA: https://visibleearth.nasa.gov/images/55167/earths-city-lights, https://visibleearth.nasa.gov/images/73934/topography

કોરોના મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે તમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. બેંકે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકા, યુરોપ સહિતના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાતા વૈશ્વિક અર્થતંત્રને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.
એડીબીએે જણાવ્યું છે કે નુકસાન આ અંદાજમાં આરોગ્ય અને શિક્ષણને લાંબા ગાળે થનારા નુકસાનને સામેલ કરવામાં આવ્યું નથી. ભારત માટે એડીબીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને કારણે ઉત્પન્ન થયેલ હેલ્થ ઇમરજન્સીની વચ્ચે ભારતના આર્થિક વિકાસમાં મોટા પાયે ઘટાડો જોવા મળી શકે છે. એડીબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ઘટીને ચાર ટકા થઇ શકે છે. ભારતમાં ગયા વર્ષે આવેલી મંદીને કારણે ભારતના જીડીપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
બેેંકે પોતાના એશિયન ડેવલોપમેન્ટ આઉટલૂક(એડીઓ), ૨૦૨૦માં જણાવ્યું છે કે ભારતમાં જીડીપીની વૃદ્ધિ આગામી નાણાકીય વર્ષમાં ૬.૨ ટકા રહેશે. જ્યારે નાણાકીય ૨૦૨૧ંમાં જીડીપી ઘટીને ચાર ટકા સુધી રહેશે.
એડીઓના અહેવાલ મુજબ ૨૦૨૦માં દક્ષિણ એશિયાનો વિકાસ દર ઘટીને ૪.૧ ટકા રહી જશે અને ત્યારબાદ ૨૦૨૧માં તે વધીને ૬ ટકા થઇ જશે.
૨૦૧૯માં નિરાશાજનક દેખાવ પછી વર્તમાન સમયમાં હેલ્થ ઇમરજન્સીને કારણે એશિયા અને પેસેફિક વિકાસ દર ઘટીને ૨.૨ ટકા થઇ શકે છે. ત્યારબાદ ૨૦૨૧માં તેમાં ૬.૧ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીને કારણે એશિયાનો વિકાસ દર મોટા પાયે ઘટી શકે છે.
એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સ્વાડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કારોનાને કારણે આવેલી મંદી ઝડપથી દૂર થશે નહીં.