COVID-19 INDIA UPDATE: PTI GRAPHICS

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,810 કેસ સાથે કુલ કેસની સંખ્યા 94 લાખની નજીક પહોંચી હતી. આની સામે આશરે 88 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા હતા. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 93.71 ટકા રહ્યો હતો.

આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલી માહિતી મુજબ દેશણાં કોરોનાના કુલ કેસ વધીને 93.92 લાખ થયા છે. છેલ્લાં 24 કલાકમાં 496 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1.36 લાખ થયો હતો. દેશમાં એક્ટિવ કેસનો આંકડો સતત 19માં દિવસે પાંચ લાખથી નીચો રહ્યો હતો. હાલમાં દેશમાં આશરે 4.53 લાખ એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 4.83 લાખ છે. કોરોનાનો મૃત્યુદર 1.46 ટકા રહ્યો હતો.

આઇસીએમઆરના જણાવ્યા અનુસાર 28 નવેમ્બર સુધીમાં દેશમાં 13.95 કરોડ કોરોના ટેસ્ટ થયા હતા. રવિવારે આશરે 12,83,449 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રવિવાર સવાર સુધીના 24 કલાકમાં દિલ્હીમાં 89, મહારાષ્ટ્રમાં 88, પશ્ચિમ બંગાળમાં 52 લોકો, હરિયાણામાં 30 લોકો, પંજાબમાં 28 લોકો, કેરળમાં 25 લોકો અને ઉત્તરપ્રદેશમાં 21 લોકોના મોત થયા હતા.