Getty Images)

સુરત શહેરમાં કોરોનામાં આજ રોજના163 અને સુરત જીલ્લામા 74 મળી કુલ 237 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં ચાર અને સુરત જીલ્લામાં ત્રણ મળી કુલ સાત દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. તો શહેરમાંથી વધુ 246 અને ગ્રામ્ય માંથી 57 દર્દીઓને રજા અપાઇ હતી. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજ રોજ ઉધના ઝોનના બે,ડીંડોલીમાં એક,અઠવા લાઇન્સના એક દર્દીના વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા.

જયારે સુરત જીલ્લામાં આજે કામરેજમાં એક,પલસાણાના એક અને ચોર્યાસીના એક દર્દીનું મોત થયુ હતું. સુરત સિટીમાં કોરોનામા આજે 163 દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 33 ,રાંદેરના 33 અને ઉધનાના 26 સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 14599 પોઝિટીવ કેસમાં 587નાં મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 3858 પૈકી 174વ્યકિતનાં મોત થયા છે.

સુરત શહેર- જીલ્લામાં કુલ 18457 કેસમાં 761ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 246 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 11982 દર્દીઓને રજા આપવામાં આવી છે.જયારે આજે ગ્રામ્યના આજે 57સહિત કુલ 14981દર્દીઓ સાજા થયા છે. નવી સિવિલમાં ૧૩૨ પૈકી ૧૧૬ દર્દીઓની હાલત ગંભીર છે. ૯ વેન્ટિલેટર, ૨૪ બાઈપેપ અને ૮૩ દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં ૧૦૮ પૈકી ૭૬ દર્દીઓની હાલત ગંભીર છે. ૧૩ વેન્ટિલેટર,૧૭ બાઈપેપ અને ૪૬ દર્દીઓ ઓક્સિજન પર છે.