કોરોનાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો લાગી શકે છે. હવે બ્રોકરેજ કંપની યુબીએસ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘણો ઘટાડો કર્યો છે. યુબીએસે કહ્યુ કે આ દરમિયાન ભારતમાં માત્ર 4 ટકા ગ્રોથ રેટ પ્રાપ્ત થશે. યુબીએસે અગાઉ ભારતના રિયલ જીડીપીમાં વધારો 5.1 ટકા રહેવાનું અનુમાન વર્તાવ્યુ હતુ.

અગાઉ એસએન્ડપી, ફિચ અને મૂડીઝ જેવી રેટિંગ એજન્સીઓ પણ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘણુ ઘટાડી ચૂકી છે. પીટીઆઈ અનુસાર, યુબીએસ સિક્યોરિટીએ એક રિપોર્ટમાં કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં ભારતના ઘરેલુ ઉત્પાદનનો વધારો દર 4.8 ટકા રહેવાનું અનુમાન છે. આવનારા નાણાકીય વર્ષમાં ભારતની રિયલ જીડીપી વૃદ્ધિ દર વધુ સુસ્ત થઈને 4 ટકા થઈ શકે છે.

અગાઉ 2020-21 માટે જીડીપી વૃદ્ધિને પોતાના અનુમાનને પહેલાના 6.5 ટકાથી ઘટાડીને 5.2 ટકા કરી દેવાયો છે. કોરોનાના કારણે મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ જીડીપી ગ્રોથના અનુમાનને 2020ના કેલેન્ડર યર માટે ઘટાડીને 5.3 ટકા કરી દીધો છે. ફિચ રેટિંગે શુક્રવારે જ ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 2020-21 માટે ઘટાડીને 5.1 ટકા કર્યુ છે.