ભારત દેશમાં અત્યાર સુધી 34,948 લોકો સંક્રમિત થયા છે અને 1,157 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે લોકડાઉન અગાઉ દેશમાં સંક્રમિતોની સંખ્યા પ્રત્યેક 4.2 દિવસમાં બમણી થઈ હતી. હવે તે 11 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ડબલિંગ રેટ તેની તુલનામાં ખૂબ જ વધારે છે.

હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા 148 તીર્થયાત્રી સામેલ છે. 148 શીખ યાત્રીઓમાંથી 76 અમૃતસરમાં, 38 લુધિયાણા અને 10 મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 3,500 તીર્થયાત્રિ નાંદેડથી પંજાબ પહોંચ્યા છે.
લોકડાઉનના કારણે તેલંગાણામાં ફસાયેલા 1200 મજૂરોને લઈને પહેલી સ્પેશ્યલ ટ્રેન ઝારખંડ રવાના થઈ ગઈ છે. સવારે 4.50 વાગ્યે લિંગમપલ્લીથી નીકળેલી આ ગાડી રાતે 11 વાગ્યે ઝારખંડના હટિયા પહોંચશે. આ મજૂરોને મોકલવામાં તમામ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોનાના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન અંગે માહિતી આપી છે. દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં 3 મે બાદ પણ સખતાઈ ચાલુ રાખવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, રિકવરી રેટ વધ્યો છે. આ હિસાબે અલગ અલગ વિસ્તારમાં જિલ્લાઓને ઝોન વાઈઝ વહેચવામાં આવી રહ્યા છે.

કોરોનાના જોખમ ધ્યાનમાં રાખતા હરિયાણાએ દિલ્હીથી તેની સરહદમાં આવનારા વાહનોને ગુરુગ્રામ બોર્ડર પર અટકાવાયા છે. સરકારી અને જરૂરી સામાનની સપ્લાઈમાં લાગેલા વાહનોને છૂટ આપવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, દિલ્હીથી અપ-ડાઉન કરનારા લોકો કોરોના કેરિયર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવા લોકો માટે દિલ્હીમાં રોકાવાની વ્યવસ્થા કરશે.

કોરોના સંક્રમણની તપાસમાં ઉપયોગ કરવામાં આવતી આરટી-પીસીઆર ટેસ્ટિંગ કીટ માટે 60 સ્વદેશી કંપનીઓને મંજૂરી મળી ગઈ છે. જેમાંથી 5 કંપનીઓ આ કીટ બનાવશે, જ્યારે 55 તેને વિદેશથી આયાત કરશે.
મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થયું છે. આ દર્દીને પ્લાઝ્મા થેરેપીથી સારવાર ચાલી રહી હતી. મહારાષ્ટ્રમાં પહેલી પ્લાઝ્મા થેરેપી 53 વર્ષના જે કોરોના સંક્રમિતને આપવામાં આવી હતી, તેનું મોત થયું છે. તેનું મોત 29 એપ્રિલે થયું હતું, પરંતુ મુંબઈના લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડો. રવિશંકરે આ માહિતી 1લી મેના રોજ આપી હતી.

ઓરિસ્સામાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે, રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 143 થયો છે. ગુરુવારથી દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ કરી દેવાઈ છે. સવારે 10 વાગ્યાથી ગુરુગ્રામ એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.