Getty Images)

અમેરિકાના 50માંથી 40 રાજ્યોમાં ગત 14 દિવસમાં કોરોનાનો ચેપ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન આ રાજ્યોમાં કોઈ એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા દર્દીઓ મળ્યાં હતાં. તેમાંથી મુખ્ય રાજ્ય કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટેક્સાસ, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના છે.

હોસ્પિટલોની હાલત એપ્રિલ જેવી જ થઈ ચૂકી છે. હાલ હોસ્પિટલોમાં 59,670 કોરોના દર્દી દાખલ છે. એપ્રિલના મધ્યમાં 59,940 દાખલ હતા. જૂનના મધ્યમાં 28,000 થઈ ગયા હતા. કોરોનાથી મૃત્યુમાં પણ ઝડપી વધારો નોંધાયો હતો. શુક્રવારે ચોથા દિવસે દેશમાં 1100થી વધુ મૃત્યુ થયા હતા.

એકમાત્ર એરિઝોનામાં જ 24 કલાકમાં સૌથી વધુ 140 લોકો મૃત્યુ પામ્યા. 30 રાજ્યોમાં મૃત્યુનો ટ્રેન્ડ અત્યંત ગંભીર જોવા મળ્યો. ટેક્સાસની સ્ટારર કાઉન્ટી મોટું હોટસ્પોટ બની ગઇ છે. અહીં એક લાખ લોકો પર 2350 દર્દીઓ છે જે ટેક્સાસના અન્ય શહેરોની તુલનાએ વધારે છે.

સ્ટારર કાઉન્ટીની એક પણ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની સુવિધા નથી. અમેરિકામાં અત્યાર સુધી 43,15,709 દર્દી મળ્યાં છે. જોકે 1,49,398 મૃત્યુ થયા છે.​​​​​​કેલિફોર્નિયા સૌથી વધુ ચેપગ્રસ્ત છે. અહીં અત્યાર સુધી 4,53,121 દર્દી મળ્યાં છે. જોકે 8427 લોકો મૃત્યુ પામ્યા છે