(PTI Photo)

ભારતમાં સતત ચોથા દિવસે 45000થી વધુ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 15 લાખની નજીક પહોંચી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 47703 કેસ નોંધાતા કુલ કેસ 1483156 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 35175 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 952743 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 654 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 33425 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 496988 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 383723 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 13883 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 220716 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 3571 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 131219 કેસ નોંધાયા છે જ્યારે 3853 લોકોએ જીવ ગુમાવ્યા છે.કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 102349 કેસ નોંધાયા છે જ્યારે 1090 લોકો મોતને ભેટ્યા છે.

કર્ણાટક બાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં 101465 કેસ નોંધાયા છે જ્યારે 1953 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ 70493 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 60830 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. 57142 કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં 56876 લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી 2348 લોકો મોતને ભેટી ચૂક્યા છે.