Civil protection workers rescue a youth in the aftermath of Storm Hanna in El Carmen, on the outskirts of Monterrey, Mexico July 27, 2020. REUTERS/Daniel Becerril

અમેરિકામાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે રવિવાર અને સોમવારે વાવાઝોડાને પણ તબાહી મચાવી છે. અમેરિકાના ટેક્સાસમાં ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં હન્ના નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેને પગલે ટેક્સાસમાં અનેક લોકો અંધારપટમાં ફસાયા છે અને વાહન વ્યવહાર થંભી ગયો છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો.

અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રમ્પ સરકારે બનાવેલી દિવાલ અનેક વિસ્તારોમાં તુટીને પડી ગઇ હતી એટલી ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હન્ના વાવાઝોડાને કારણે અમેરિકામાં આશરે ત્રણ લાખ મકાનો અંધાર પટમાં સપડાયા છે જ્યારે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ ગયા છે અને ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે.

રોડ રસ્તા પર મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા જેને પગલે અનેક વાહનો દબાઇ ગયા છે જ્યારે રસ્તા હજુ પણ બંધ છે. અહી તેલ અને ગેસ ઉત્પાદન પર કોઇ અસર હજુસુધી નથી પડી. જોકે મેક્સિકોમાં પણ આ વાવાઝોડાની અસરને કારણે ત્યાં કેટલીક કંપનીઓના કામકાજને અટકાવી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજંસીએ આ વાવાઝોડાને લઇને ઇમર્જન્સી જાહેર કરી દીધી છે. જેને પગલે હાલ પુરૂ પ્રશાસન લોકોના રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે. અમેરિકામાં નાની મોટી બધી જ નદીઓમાં પાણીનું સ્તર એવા વિસ્તારમાં વધી ગયું છે કે જયા વધુ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ટેક્સાસના સમુદ્રી વિસ્તારોમાં સિૃથતિ વધુ કફોડી છે.

ટેક્સાસમાં વાવાઝોડાને ઘમરોળ્યા બાદ તે ઉત્તરપૂર્વી મેક્સીકો તરફ ફંટાળુ છે તેમ છતા અમેરિકી હવામાન વિભાગનું અનુમાન છે કે ખતરો હજુસુધી ટળ્યો નથી તેથી રાહત અને બચાવ કાર્યની ટીમ હજુ પણ ખડેપગે છે. દક્ષિણ ટેક્સાસમાં જ 18 ઇંજ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે જેને પગલે આ વિસ્તારમાં નીચાણ વાળા અનેક મકાનોમાં પાણી ઘુસી શકે છે. હાલ મોટા ભાગના લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે.