ચીનમાં કોહરામ મચાવેલા કોરોના વાઇરસ ઇટાલી અને ઇરાનમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઈરાનમાં કોરોનાના કારણે મૃતકની સંખ્યા સોમવારે 237 પહોંચી ગયો છે. દરમિયાના ઇરાનમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે અને 58 લોકોનો પહેલો જત્થો ગાઝીયાબાદના હિંડન એરબેઝ પર પહોંચી ગયો છે. આ તમામ લોકો ધાર્મિક યાત્રા માટે ઇરાન ગયા હતા.

દરમિયાન કોરોના વાઇરસે ઇરાનમાં પગપેસારો કર્યો તો ચારે તરફ ભયનો માહોલ ઉભો થઇ ગયો. ભારત સરકારે પણ એલર્ટ થઇ ગઇ અને યુદ્ધના ધોરણે ભારતીયનો બચાવાનું અભિયાન શરું કરી દીધું. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારના રોજ શ્રીનગરની મુલાકાત લઇ ઇરાનમાં કોરોના વાઇરસની સામે સંઘર્ણ કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થીઓના માતા-પિતાને મદદમ માટે આશ્વવાસાન આપ્યું હતું.

વિદેશ મંત્રી અનુસાર સરકાર પહેલા ધાર્મિક પ્રવાસે ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે, જે સામન્ય રીતે મોટી ઉંમરના હોય છે. મોટી ઉંમરના કારણે તેમને ચેપ લાગવાની શક્યતા વધું હોય છે. તીર્થયાત્રીઓ બાદ વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવશે. ઇરાનમાં કોરોના વાઇરસનો કહેર એકાએક વધવા લાગ્યો. અહીં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં 237 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે કોરોનાના 2394 પોઝિટીવ કેસ નોંધાય છે.