વિદેશ પ્રવાસ કરી રહેલા યસ બેન્કના લગભગ 40,000 કસ્ટમર્સ બેન્ક પરેશાનીમાં ઘેરાવાને કારણે ફસાઈ ગયા છે. આ કસ્ટમર્સ પાસે યસ બેન્કના ડેબિટ અને ફોરેક્સ કાર્ડ છે. એવા કસ્ટમર્સ માટે સ્થિતિ વધુ ખરાબ છે જેમણે કેશ કરન્સીના બદલે ફોરેક્સ પ્રીપેડ કાર્ડ ખરીદ્યુ હતું. આ કસ્ટમર્સ હોટલનું બિલ, રેન્ટ, ટ્રાવેલ અને ફૂડ સુધીના ચાર્જની ચૂકવણી કરવા અસમર્થ છે. બેન્કના કસ્ટમર્સ SOS મેસેજ મોકલી રહ્યા છે.
એક ફોરેક્સ કાર્ડ ઓપરેટરે કહ્યું, ડ્રાફ્ટની જેમ ફોરેક્સ પ્રીપેડ કાર્ડ પણ પ્રી-પેડ ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે. આ અચાનક આવેલ એક એવી મુશ્કેલી છે જેનાથી વિદેશમાં હજારો ભારતીય પોતાના નાણા સુધી પહોંચી શકવા ફાંફા મારી રહ્યા છે. આવી સ્થિતિ બાબતે વિચારો જેમાં તમે વિદેશ પ્રવાસે હો અને તમારી પાસે પેમેન્ટ માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ તો છે પણ હવે સ્વીકારાઈ રહ્યા નથી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ યસ બેન્ક પાસેથી પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ 50,000 રૂપિયા ઉપાડી શકવાની મર્યાદા નક્કી કરી છે. જો કે, સાવરવાની જરૂર હાયર એજ્યુકેશન કે લગ્નના ખર્ચની ચૂકવણી માટે 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકવાની છુટ આપવામાં આવી છે.
પ્રીપેડ ફોરેક્સ કાર્ડ રાખનાર યસ બેન્કના ઘણાં એવા કસ્ટમર્સે બેન્કને ટ્વીટ કરીને પોતાની રકમ ઉપલબ્ધ નહિં થવાની ફરીયાદ કરી છે. વિદેશમાં અભ્યાસ કરતા બેન્કના કસ્ટમર્સ કે જેમની પાસે ફોરેક્સ મલ્ટી-કરન્સી કાર્ડ છે તેમની મુશ્કેલીઓ વધી છે. કાર્ડમાં પહેલાથી વધુ નાણા હોવા છતાં તે કાઢી શકવા અસમર્થ છે. ત્યારે કસ્ટમર્સ માટે આ SOS જેવી સ્થિતિ સર્જાઈ છે.
યસ બેન્કે શનિવારે જણાવ્યું હતું કે, તેની સિસ્ટમ ચાલુ છે અને ડેબિટ કાર્ડ અને એટીએમના ઉપયોગથી રકમ ઉપાડી શકાય છે. યસ બેન્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તમે યસ બેન્કના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી યસ બેન્ક અને અન્ બેન્કોના એટીએમથી રકમ ઉપાડી શકો છો. તમારા સંયમ માટે ધન્યવાદ. બેન્કે આ સ્પષ્ટ કર્યું છે કે, RTGS/NEFT દ્વારા પેમેન્ટ સહિત તમામ ઓનલાઈન રેમિટેંસ અત્યારે બંધ છે. આ સાથે જ બેન્કે જણાવ્યું કે, ક્લીયરિંગ એક્ટિવિટીઝ શરૂ થવા પર નક્કી મર્યાદા સુધી EMIની ચૂકવણી કરવામાં આવશે. પહેલાથી જારી થયેલ ચેકનું ક્લીયરિંગ એક્ટિવિટીઝ ફરી શરૂ થવા અથવા RBIથી નિર્દેશ મળતા સુધી પેમેન્ટ નહિં થાય.