કોરોના વાયરસ અને યસ બેંકના લીધે સોમવારે ભારતીય બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ લગભગ 2357 પોઇન્ટ ડાઉન થયો છે, તો બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ 600 પોઇન્ટ વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે યસ બેંકના શેરમાં 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેર બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલાં 24 ઓગસ્ટ 2015ના રોજ સેન્સેક્સ, 16,24 પોઇન્ટ તૂટ્યો હતો. બજારમાં આટલા મોટા કડાકા બાદ રોકાણકારો ગભરાઇ ગયા છે.

સવારે 9 વાગે સેંસેક્સ 1169.74 પોઇન્ટના ઘટાડા સાથે 36,406.88 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું જ્યારે પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 332.40 પોઇન્ટના ઘટાડા સાથે 10,657.05 સાથે ટ્રેન્ડ કરી રહ્યો હતો. યસ બેંકના શેર મજબૂતી સાથે ખુલ્યા અને 20 ટકા સુધી ઉછળ્યા. હાલ 34 ટકાના ઉછાળા સથે ટ્રેન્ડ કરી રહ્યો છે. બપોરે 1 વાગે 2200 પોઇન્ટના ઘટાડો આવ્યો અને 35,547.27 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે. શુક્રવારે સુનામી બનીને તૂટ્યું. મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 893.99 પોઇન્ટના ઘટાડા સાથે 37,576.62 અને નિફ્ટી 289.45 પોઇન્ટના ઘટાડા સાથે 10,979.55 પર બંધ થયો. યસ બેંકના શેર 56% તૂટ્યા હતા. બજાર ખુલતાં જ ભારતીય શેરબજારમાં શુક્રવારે ફરી કોહરામ મચ્યો હતો.