બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ જદયુના નીતીશ કુમાર તો બીજી તરફ રાજદના તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના દાવેદાર બની રહ્યા છે તેવામાં એક યુવતીએ પણ બિહારના રાજકારણમાં પ્રેવેશ કરી મુખ્યપ્રધાન પદની દાવેદાર નોંધાવી હતી.

આજે બિહારના લગભગ તમામ મોટા છાપાઓમાં એક વિજ્ઞાાપને લોકોને ચોંકાવી દીધા હતા. આ ત્રીજા કે ત્રીજી ઉમેદવાર છે પુષ્પમ પ્રિયા ચૌધરી જેણે પોતાની જાતને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર જાહેર કરી હતી.

વિજ્ઞાાપન અનુસાર,આ મહિલાએ ‘પ્લુરલ્સ’નામના એક રાજકીય પક્ષની પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. પોતે આ પાર્ટીની પ્રમુખ છે. આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પુષ્પમ પ્રિયા ચૌધરીએ બિહારના છાપાઓમાં વિજ્ઞાાપન આપી પોતે મુખ્યપ્રધાન ની પ્રબળ દાવેદાર છે એવું જાહેર કર્યુ હતું.

વિજ્ઞાાપનમાં ચૌધરીએ લખ્યું હતું કે તે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરીને આવી છે અને પાછા ફરીને બિહારને શ્રેષ્ઠ રાજ્ય બનાવવાના સપના જુએ છે. એણે લોકોને પોતાના પ્રયાસમાં જોડાવા અપીલ કરી હતી.એણે વિજ્ઞાાપનમાં પોતાની જાતને બિહારની મુખ્યપ્રધાન પદની શ્રેષ્ઠ અને સૌથી કાબેલ ઉમેદવાર બતાવી હતી. ચૌધરીએ એક પંચલાઇન પણ આપી હતી ‘જન ગણ સબકા શાસન’.

ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે હવે બિહારમાં સૌનું શાસન હશે.બિહાર શ્રેષ્ઠ બનવાને લાયક છે અને મારા આવ્યા પછી શ્રેષ્ઠ બનશે.પુષ્પમ ચૌધરી એ ડબલ એમ.એ.કર્યું છે. ઇંગ્લેન્ડની ધી ઇન્સટીટયુટ ઓફ ડેવેલપમેન્ટ સ્ટડીઝ વિશ્વ વિદ્યાલયમાંથી એમ.એ.ઇન ડેવેલપમેન્ટ સ્ટડીઝની અને લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી પબ્લીક એડમિનિસ્ટેર્શનની ડીગ્રી મેળવી હતી.

વિજ્ઞાાપનમાં ચૌધરીએ કહ્યું હતું કે તેઓ હવે સકારાત્મક રાજકારણ કરશે અને મુખ્યત્વે પોલીસી મેકિંગ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરશે. પુષ્પમ ચૌધરીએ બિહારના નાગરિકોને પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્ય્યું હતું કે જો હું મુખ્યપ્રધાન બનીશ તો 2025 સુધીમાં હું બિહારને દેશનો સૌથી વિકસિત રાજ્ય બનાવી દઇશ.

ઉપરાંત 2030 સુધીમાં તો બિહારનો વિકાસ યુરોપીન દેશ જેવો થઇ જશે. બિહારની કાયાપલટવા તેમણે બિહારની જનતા પાસે સહયોગ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે પુષ્પમ પ્રિયા ચૌધરી બિહારના એક પૂર્વ રાજકારણી અને વિધાન પરિષદના પૂર્વ સભ્ય જદયુના નેતા વિનોદ ચૌધરીની પુત્રી છે. હાલમાં તે લંડનમાં રહે છે.