ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 1166 બાળકોના ન્યૂમોનિયાથી મોત થયા છે. આ ઘટસ્ફોટ લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આપેલા ઉત્તરમાં થયો છે. ભારતમાં ગુજરાત બાળકોના ન્યૂમોનિયાના કારણે થતાં મોતના મામલે પાંચમા સ્થાને છે. લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ઉત્તર મુજબ ગુજરાતમાં નાણાંકીય વર્ષ 2016-17માં 520, 2017-18માં 1337 અને 2018-19માં 1166 બાળકોના ન્યૂમોનિયાથી મોત થયા હતા. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં એક હજારથી વધારે બાળકોના ન્યૂમોનિયાથી મોત થયા હતા. 2010-2013ના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ અનુસાર ન્યૂમોનિયા સામે ભારતનો બાળ મૃત્યુ દર 17.1 ટકા છે. 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 મુજબ ભારતમાં શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં બાળકોનો ન્યૂમોનિયાનું પ્રમાણ વધારે છે. ગ્રામ્ય વિસ્તારમાં 2.9 ટકા જ્યારે શહેરી વિસ્તારમાં 2.3 ટકા છે.