204 દેશ અને ક્ષેત્રોમાં કહેર મચાવનાર કોરોનાવાઈરસથી મરનારાઓનો આંકડો સોમવારે સવારે 69 હજાર 424 થઈ ગયો છે. 12 લાખ 72 હજાર 860 લોકો સંક્રમિત છે. સારવાર બાદ બે લાખ 62 હજાર લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યકત કરી છે દેશ ઝડપથી કોરોના પર કાબૂ મેળવી લેશે. કોરોના સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે અમેરિકામાં એક વાઘણ પણ સંક્રમિત છે. જ્યારે ક્વીન એલિઝાબેથે દેશને વિશ્વાસ અપાવ્યો છે કે, મુશ્કેલીઓ પછી સારો સમય આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાતે પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું કે અમેરિકા ઝડપથી કોરાનાના સંકટ પર કાબુ મેળવ લેશે. તેમણે કહ્યું અધારા બાદ મને આશાની રોશની દેખાઈ રહી છે. જે હિસાબથી હાલ ચીજો થઈ રહી છે તેના પરથી લાગે છે કે અજવાળું વધુ દૂર નથી.

જોકે તેમણે ફરી એક વખત ફેસ માસ્ક પહેરવા બાબતે ન પાડી હતી. તેમનો પરિવાર સોશિયલ મીડિયા પર ફેસ માસ્કના ઉપયોગની અપીલ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું- બહુ જરૂરી લાગશે તો જ માસ્ક પહેરીશ. સામાન્ય રીતે હું માસ્ક પહેરવાનું પસંદ કરતો નથી. જોકે મોટાભાગના લોકો આ પહેરી રહ્યાં છે.