TOPSHOT - Social worker Surender holds placards to create awareness about social distancing among migrant workers waiting outside a railway terminus to board a train back home during a nationwide lockdown to fight the spread of the COVID-19 coronavirus, in Mumbai on May 11, 2020. (Photo by INDRANIL MUKHERJEE / AFP) (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ભારત સહિત દુનિયાના તમામ દેશ હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છે.દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે જ ભારત કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થનારો 12મો દેશ બની ગયો છે.અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ભારતમાં સતત બીજા દિવસે 24 કલાકમાં કોરોનાના સાડા ત્રણ હજારથી વધુ કેસ આવ્યા છે.

રાજ્યોથી મળતા આંકડા મુજબ, મંગળવારે કુલ 3543 કેસ રિપોર્ટ થયા છે.ત્યારબાદ ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોનાની માર સહન કરનારા દેશોની યાદીમાં કેનેડાને પાછળ મૂકીને 12મા સ્થાને આવી ગયું છે. જોકે આ સંખ્યા છેલ્લા બે દિવસની તુલનામાં ઓછી છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે. તેમાં માત્ર અમદાવાદમાં જ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1026 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 53 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 921 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 24,427 કેસ નોંધાઈ ચૂક્યા છે.

બીજી તરફ મુંબઈમાં કોરોનાના 14,947 કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 28 લોકોનાં મોત થયા છે અને અત્યાર સુધી કુલ 556 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે 406 નવા કેસ આવયા છે અને 13 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7500 થઈ ગઈ છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોનાના 201 નવા કેસ મળ્યા છે.